દાદાના ખોળામાં (બાળમુખે પ્રસંગ-કથન), આલેખન - ડો. નીતા રામૈયા
પ્રથમ આવૃત્તિ- 2014; પૃષ્ઠ 32, A4 સાઈઝ; વિક્રેતા - શુભમ પ્રકાશન
આ પુસ્તકમાં નીતાબેને એક અનોખો પ્રયોગ કર્યો છે. તેમના પૌત્ર શર્વિલને કહેલી વાતો તેના જ શબ્દોમાં નોંધી લઇને યથાતથ પ્રગટ કરી છે. આમ બાળનજરે આલેખાયેલી સૃષ્ટિ, તેનું ભાવવિશ્વ, તેની વિચારવાની શૈલીનો આપણને પરિચય થાય છે. આ બધું આપણે માણ્યું જ હોય છે, પણ લિખિત સ્વરૂપે પ્રથમવાર પ્રગટ થાય છે. અહીં શૈલી પણ આગવી નીખરી આવે છે. બાળકોને તેમજ મોટાઓને રસ પડે એવી વાતો.