સાબિરખાન પઠાણનું નામ જાણે હોરર કથાઓનો પર્યાય બની ગયું છે.
સંસ્કૃત સાથે ગ્રેજ્યુએશન કરનાર સાબિરભાઈને કોલેજ કાળથી જ વાર્તા લેખનમાં રુચિ હતી.
આરંભથી એમને ભૂત-પ્રેતના કિસ્સાઓ સાંભળવામાં એવાં મુવી અને વાર્તા વાંચવાનું જબરુ વ્યસન…
મગજને સંતુષ્ટ મળે એવા હોરર મટીરીયલની તેઓ હંમેશા ખોજમાં રહેતા… .
પોતાને જે પ્રકારનું હોરર સાહિત્ય પસંદ હતું એવું સાહિત્ય તેમણે લખવાનું શરૂ કરી દીધેલું ઈ. સ. 2000ના વર્ષમાં એમની પ્રથમ નવલકથા ન્યૂઝ પેપરમાં છપાઈ… પછી તો તેમના લેખનમાં જોશ આવી ગયેલો. એ અરસામાં રાતના અંધારે 'કાળ-કલંક' લખી… જે હિન્દી ભાષાની તેમની પ્રથમ બુક તરીકે પબ્લિશ થઈ…
થોડાંક વર્ષોના બ્લોક પછી એમણે ઓનલાઈન પોર્ટલ પર લખવાની ફરી શરૂઆત કરી
આખરે શોપિઝન પર આવી તેમની યાત્રાને વેગ મળ્યો.
શોપિઝન પર તેમણે એક એકથી ચઢિયાતી હોરર નવલકથા આપી જે હવે હાર્ડકોપી રૂપે આકાર પામી છે. એમણે લખેલી બેસ્ટ હોરર રચનાઓમાં 'મિન્ની, ખૌફનાં મંડાણ, કાળ-કલંક,નરકંકાલ, કબ્રસ્તાન, મુર્દાઘર,ચીસ' ગુજરાતીમાં અને 'જિન્નાત કી દુલ્હન, વો કૌન થી, દાસ્તાન, હિન્દીમાં ઉપલબ્ધ છે
એ સિવાય તેમણે કઠપૂતળી નામની રહસ્યમય કથા લખી એને પણ લાખો લોકોનો પ્રેમ મળ્યો છે.
સાબિરખાનની હોરર રચનાઓમાં જાદુ છે અનેરો તિલસ્મી ટચ છે જે તેમને વાંચ્યા પછી જ તમને સમજાઈ જશે…