"માયાવનના મોર" વિદેશ ભણવા અને સેટલ થવા જતા સ્વપ્નશીલ યુવાનોની તમામ ગતિવિધિઓને, આશા અરમાનો તથા સંઘર્ષોને સાદ્યંત આલેખતી નવલકથા ગુજરાતી સાહિત્યમાં કદાચ પ્રથમ પહેલી છે. એટલે એનું અદકેરું સ્વાગત છે. આ નવલકથાની પ્રથમ ધ્યાનપાત્ર લાક્ષણિકતા છે - એની કથનરીતિ! ભાવલોક અને સંઘર્ષ વાચકમાં કુતૂહલતા જગવતા રહે છે ને વાચક કૃતિના અંત સુધી વાંચ્યા વિના રહી શકતો નથી. આ એક સિદ્ધિ છે. ચરિત્ર ચિત્રણ પણ જાણે સિદ્ધ હસ્ત લેખની કલમની યાદ દેવડાવે છે. "માયાવનના મોર"નું અને એના લેખક અમિતાભ મેકવાનનું સાનંદ સ્વાગત છે.
- મણિલાલ હ. પટેલ