મોત જ્યારે વેંત છેટું રહ્યું ત્યારે જ એને સ્ફોટક વિચાર આવ્યો. જો હું મર્યા પછી પણ હજારો લોકોમાં જીવતો રહી શકું તો? ---શક્યતાઓ ચકાસી જોઈ. સમુદ્રમંથનની જેમ… એક ન્યૂઝ ચેનલ દ્વારા આકસ્મિક વિચારને વેગ મળ્યો. મગજ કંઈક અંશે શાંત થયું ઠરીઠામ થયું. એણે પ્રકૃતિ પર પોતાનું પ્રભુત્વ અનુભવ્યું. પોતે અણું અણુંમાં વ્યાપ્ત હતો. 'પોતે જ કેમ? પોતાના બન્ને મિત્રો અને દિવ્ય શક્તિના પ્રતાપે ગુરુના વરદાનથી મનુષ્ય રૂપ ધારણ કરનારી કન્યાઓ પણ ભાથામાં ચમત્કારિક વિદ્યા સાથે માણસ જાત વચ્ચે ભળી ગઈ હતી. ડર જગતનો નહોતો એને---ડર હતો મિત્રોનો. કારણ ---વિશ્વ આખું જંતુના સમૂહથી વિશેષ નહોતું એના માટે. માત્ર તૃષા-તૃપ્તિનો અફાટ દરિયો હતું.
ભીતર ઊઠેલા દાવાનળને કંઈક અંશે રાહત થઈ. સુપરનેચરલ પાવરની એક નવી બેલગામ જિંદગીની શક્યતા જન્મ લઇ ચૂકી હતી.
કદાચ પોતાની હત્યા કર્યા પછી સાથીઓને કલ્પના પણ નહિ હોય કે હજુ એ કોઈના શરીરમાં ધબકી રહ્યો છે. મનમાં એક સોલિડ નિર્ધારની એણે મડાગાંઠ વાળી. ઘરનું કમકમાટી ઊપજાવતું દૃશ્ય આંખમાં છવાઈ ગયું. શરાબીની આંખ જેવી રતાશ પર એણે પાંપચાં ઢાંકી દીધાં. ચહેરા પર ક્રૂરતા ફરી વળી.
એક નવો જ પરિવેશ ધરીને આવ્યાં છે કેટલાંક યાદગાર પાત્રો.
નવિન પ્રયાસ ગમશે તો મારો પ્રયત્ન લેખે લાગ્યો ગણીશ. કથાનક વિશે વધુ કંઈ ન કહેતાં આપને કથાનકના ભાવપ્રવાહમાં તણાવાના અનુરોધ કરીશ. આપના અમૂલ્ય પ્રતિભાવો આવકાર્ય.