આપણે સૌ નાનપણથી દાદા-દાદી અમે માતા-પિતા પાસેથી વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ જેના પરિણામે આપણા મગજના કોઈ ખૂણામાં વાર્તા સાંભળવાનો કે વાંચવાનો શોખ સંગ્રહાયેલો હોય છે.
સાહિત્યના રસિક વાચકો વાંચન માટે રોજ, થોડો સમય, જરૂર ફાળવતા હોય છે. આજના અતિવ્યસ્ત જીવનમાં નવલકથા કે નવલિકા વાંચવાનો સમય વાચકો પાસે હોતો નથી. આવા વાચકો ટૂંકી વાર્તાઓ વાંચવાનું પસંદ કરતા હોય છે. તેવા વાચકોને મારો આ વાર્તાસંગ્રહ જરૂર ગમશે.
આ વાર્તાસંગ્રહનું ‘લાગણીના લિસોટા’ શીર્ષક દર્શાવે છે કે આ સંગ્રહમાં સમાવેશ કરવામાં આવેલી વાર્તાઓ લાગણીશીલ વાર્તાઓ છે, જે આપની આંખોની કોર ભીની કરી આપના હૃદયમાં જગા બાનવવામાં સફળ થશે તેવી મને આશા છે.
આ વાર્તાસંગ્રહમાં સમાવેશ કરાયેલી તમામ રચનાઓ ‘શોપિઝનના ડિજિટલ પ્લેટફોર્મ’ પર પ્રકાશિત થયેલી છે.
આ વાર્તાઓ વાંચી અમૂલ્ય પ્રતિભાવોથી મને પ્રોત્સાહિત કરવા માટે તમામ વાચક અને લેખક મિત્રોનો આભારી છું.
***
આ વાર્તાઓ વાંચી અમૂલ્ય પ્રતિભાવોથી મને પ્રોત્સાહિત કરવા માટે તમામ વાચક અને લેખક મિત્રોનો આભારી છું.
આ વાર્તાસંગ્રહમાં સમાવિષ્ટ મારી વાર્તા ‘એક અધૂરી ગઝલ!’ પર કેટલાક વાચક અને લેખક મિત્રોએ પાઠવેલા પ્રતિભાવો નીચે રજૂ કર્યા છે.
“આહ..વાહ..અને અદ્ભુત..!!! આખું દ્રશ્ય જાણે આંખો સમક્ષ ઉભરાઈ આવતું હતું, અને એ પણ ભીની આંખો સામે. કોઈ સારા મંજાયેલા કલાકારો જેવા કે નશીરૂદ્દીન શાહ અને રત્ના પાઠક શાહને લઈને જો કોઈ શોર્ટ ફિલ્મ અથવા તો કોઈ ગઝલનો (જેમ કે કંકોત્રી ગઝલ)નો મ્યૂઝિક વિડીયો આ વાર્તાના બેકડ્રોપમાં બનાવવામાં આવે તો ગજબ થઈ જાય...!”
હાર્દિક રાયચંદા
”વાહ આબિદ સર કેટલી સુંદર રચના! ખુદાએ આપને બહુ પાક અને માસૂમ દિલ આપ્યું છે. આપની રચનામાં દરેકનું દર્દ આબાદ ઝીલાય છે.”
જ્યોતિન્દ્ર મહેતા
“આંખો ભરાઈ ગઈ ભાઈ…..પ્રેમી પંખીડાં મળ્યાં પણ સંજોગ સાથ ન આપે તે ટાણે... નિ:શબ્દ...!! એક એક શબ્દ હૃદયને સ્પર્શી ગયો ભાઈ... એક અધૂરી ગઝલનો.! ભાઈ આપને અને આપની કલમ સાથેની લેખન શૈલીને નતમસ્તક વંદન...!”
વર્ષા કુકડિયા (મુસ્કાન)