આ નવલકથા ભવિષ્યના સમયમાં 'તાભર' નામના દેશમાં બનતી ઘટનાઓ રજૂ કરે છે. એ ઘટનાઓમાં પ્રેમ,નફરત,ભય,લાલચ,વાસના,મહત્વકાંક્ષા જેવી માનવ મનની કેટલીય લાગણીઓને વણી લેવામાં આવી છે. આ ઉપરાંત નાર્સિર્સિસ્ટ પર્સનાલિટી અંગે પણ નવલકથામાં વાત કરવામાં આવી છે. હિટલર,મુસોલિની,સ્ટાલીન જેવા સરમુખ્ત્યાર લોકો કરવામાં આવતા અત્યાચારનું વર્ણન, ઈતિહાસ અને ભાષા સાથેની છેડછાડ જેવી બાબતો તેમાં મસાલાનું કામ કરે છે. જેને લીધે પ્રમાણમા સહેજ ગંભીર વિષય હોવા છતાં તમને આ નવલકથા ખૂબ જ રસપ્રદ લાગશે, એની ગેરંટી છે. - કિશન પંડયા
***
જગતમાં અનેક સરમુખત્યાર થઇ ગયા છે જેમણે પોતાની પ્રવૃત્તિઓથી પોતાના દેશ અને જગતને મુસીબતમાં મુક્યું છે. હિટલર, મુસોલીની જેવા નામો તેમાં પ્રમુખ રીતે ગણાવી શકાય. ‘તાભર’ એ વાર્તા છે તાભર નામના કાલ્પનિક દેશની જ્યાં એક નાર્સિસીસ્ટ સરમુખત્યારની જે એક લોખંડી પડદા પાછળ રહીને પોતાનું શાસન ચલાવે છે.
આ નવલકથામાં પ્રેમ, નફરત, ભય, લાલચ, વાસના અને મહત્વકાંક્ષા જેવી માનવમનની લાગણીઓ વાણી લેવામાં આવી છે. એવો સરમુખત્યાર જે દેશનો લેખિત ઈતિહાસ બદલવા માંગે છે પણ રોહન નામનો યુવક તેની આ સત્તાને પડકારે છે અને શરુ થાય છે સંઘર્ષ.
શું તેનો સંઘર્ષ સફળ થશે કે પછી તે પોતે પણ સરમુખત્યારની પ્રતિકૃતિ બની જશે. શું લોખંડી પડદા પાછળ સરમુખત્યાર જ છે કે બીજું કોઈ? જવાબો મેળવવા માટે ‘તાભર’ વાંચવી રહી.
– જ્યોતીન્દ્ર મહેતા