નમસ્કાર મિત્રો, હું શૈમી ઓઝા. 'લફ્જ'ના ઉપનામથી લખું છું. હું નાનકડા રાંતેજ ગામની વતની છું. મારી લાગણીઓ અને અનુભવને શબ્દ રૂપી વાચા આપું છું. હું વિચારશીલ તો નાનપણથી જ હતી. મેં સૌ પ્રથમ નોટ અને ડાયરીમાં લખવાની શરૂઆત કરી, એનાથી મારા આત્મવિશ્વાસમાં વધારો થયો, પછી મેં મારી રચનાને સોશિયલ મિડિયામાં શેર કરી. મને ત્યાંથી સારો પ્રતિભાવ મળ્યો. મેઘા પંડ્યા દીદીના માર્ગદર્શનથી મેં ઓનલાઇન મારી રચના મૂકી. સાહિત્યની દુનિયામાં કદમ મૂકે ત્રણ વર્ષ થઈ ગયાં. આપ સૌના આશીર્વાદથી મારી કાગળ અને કલમથી શરૂ કરેલી મુસાફરી આજે હિલેરિયસ ગ્રુપ મેગેઝિનના તંત્રી સુધી પહોંચેલ છે. હિલેરિયસ કલ્ચરલ સાહિત્યિક અને આર્ટિસ્ટ ગ્રુપ તરફથી મને નાની ઉંમરની લેખિકા તરીકે એવોર્ડ મળેલો છે! ગુજરાતી ફિલ્મ અભિનેત્રી "કાકા ચાલે વાંકા"નાં કાકી ફેમ ભાવિનીબહેન જાનીના હસ્તે અમારી લવ ઈન ક્રેડીબલ બુકની ટીમને માટે મેડલ અને કેન્ડલ મળેલ છે. મારી રચનાને દિવ્યભાસ્કરની મધુરિમા, સંદેશની નારી, બોટાદ સમાચાર, રાજલેખન, જંગ-એ-ગુજરાત, લોકદિન, ગુજરાતી છાયા, જનયુગ, દિલ સે ખૂબસુરત, પહેલ, અરસપરસ, અમેરિકાના રાષ્ટ્રદર્પણ, કેનેડાના ગુજરાતી ન્યૂઝલાઈન, યુ.એસ.એ.ના હમ હિન્દુસ્થાન, કોલ્ડફિલ્ડ મિરર, વિજય દર્પણ-મેરઠ, ઈન્દોર સમાચાર, સમાજસાગર, કેપિટલ વર્તમાન, લોકશાહીની કલમે, લોકસંસાર, તોરણ પૂર્તિ ગાંધીનગર, અને અંચલ પત્રિકામાં મારી રચનાઓનો સમાવેશ થયો છે.
જિંદગીની હકીકત દર્શાવતી અને સમાજિક ઘટનાઓને આવરી લેતી કાલ્પનિક વાર્તાઓનો આ સંગ્રહ છે. આ નવલિકાઓ વાસ્તવિક જીવનને આવરી લે છે અને સમાજમાં બનતી સારી-નરસી ઘટનાઓનું વર્ણન કરે છે. આપના પ્રતિભાવ મને મેઈલમાં જણાવશો.
shaimeeprajapati@gmail.com