મારું નામ સંજય રાઠોડ. વ્યવસાયે શિક્ષક; વિરપુર, ઠાસરા, બાલાસિનોરની શાળામાં માધ્યમિક શિક્ષક તરીકે સેવા પ્રદાન કરેલ છે. બાલાસિનોરની શાળામાં આચાર્ય પદે સેવા આપેલ છે. હાલ બાલાસિનોરની જાણીતી શૈક્ષણિક સંસ્થામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. સાહિત્યક્ષેત્રે પ્રણયચક્ર, આંબાડાળે કોયલ, અબળા (નવલકથા), સ્મિતઅશ્રુ - વાર્તાસંગ્રહ, દેવદર્શન - ધાર્મિક લોક કથાઓનું સંપાદન, વગેરે પુસ્તકો પ્રકાશિત થયા છે. ‘સંગાથ’ કાવ્યસંગ્રહમાં અલગ અલગ વિષયો પર કાવ્ય લખેલ છે. પ્રકૃતિ, પ્રણય, મમતા, વેદના, મોટા ભાગની રચનાઓ અછાંદસ છે. અછાંદસ રચના લખવી મને ખૂબ ગમે છે. પ્રકૃતિને ખોળે ઉછર્યો છું એટલે કાવ્યમાં પ્રકૃતિ, ગ્રામ્ય સંસ્કૃતિના સહેજ દર્શન થાય છે. આ કાવ્ય સંગ્રહ આપને જરૂર ગમશે એવી અપેક્ષા રાખું છું.