આપણું ભારતવર્ષ હજારો વર્ષ જૂનો ઇતિહાસ અને સાહિત્યનો ખજાનો ધરાવે છે. આ સાહિત્યમાં પુરાણો અને ઉપનિષદો મુખ્ય છે. આ સિવાય નારાયણના અવતારોની કથાઓ એક આગવું સ્થાન ધરાવે છે. શ્રીહરિ નારાયણના મુખ્ય અવતારો દસ છે. આ સિવાય તેમના બીજા ઘણા આંશિક અવતારો થઈ ગયા છે. તેમાંના અનેક અવતારો વિષે આપણે જાણતા નથી. આવા અવતારોની કલ્પના કરીને ભૌગોલિક સ્થિતિનું યોગ્ય વર્ણન કરીને પૌરાણિક સમયના ભારતની એક કથા આલેખવાનો પ્રયાસ પ્રસ્તુત નવલકથામાં કર્યો છે. આ નવલકથા મોહિની અવતાર મેઘા અને શ્રીનારાયણના નરરૂપ એવા આર્યવર્ધનના પ્રેમકથાની પ્રથમ કડી છે. ભલે મેઘાનું સામર્થ્ય અસાધારણ છે. પરંતુ તેનું આ સામર્થ્ય કયા પ્રયોજનની પૂર્તિ માટે મળ્યું છે, તેની શોધ છે. ડગલે ને પગલે થતી લડાઈ એકબીજાના સામર્થ્યનો પરિચય આપવા માટે થાય છે. આવનારા યુદ્ધમાં તેમનો સૌથી મોટો શત્રુ કાલપુરુષ એવો કલિયુગ મેઘા અને આર્યવર્ધનને કેવી પ્રચંડ ટક્કર આપી શકે તેના પરિચય માટે છે.