બાળકથા પુસ્તકમાં બાળકોને પ્રેરણા મળે, તેનો ઉત્સાહ વધે તથા આધુનિકીકરણમાં પણ તેઓ પરંપરાને ભૂલી ન જાય એવી ઘણી વાર્તા, જે હકીકતમાં બનેલી છે, તે પણ વ્યક્તિ–જગ્યાનું નામ બદલીને લખવામાં આવી છે. સાથે–સાથે કાલ્પનિક વાર્તાઓ પણ છે. જેમકે, ‘વનરાજ’માં જંગલના શાસક સિંહના નેતૃત્વનું વર્ણન છે. તો ‘પરીલોક’માં પરીની કહાની છે. માધવી એક સામાન્ય ઘરની હોવા છતાં બેડમિન્ટનની મેડલ મેળવે છે. ‘બ્લેક સ્ટોન’માં કૃષ્ણભક્તિ અને જાદુની વાત છે. ‘બોઝ’, ‘શૂન્યનું સર્જન’, ‘મંગળદર્શન’ એ આધુનિક રીતે બ્રહ્માંડની વાતો છે. તો ‘કેલ્વીન’, ‘બોલ્ડ બટરફ્લાય’ એ જાદુઇ વિચારધારા પર આધારિત છે. ‘વડલાની શાખે’ એ એક એવી મહિલાની વાત છે જે ગામડાંમાં જન્મી હોવા છતાં કલેક્ટરનું પદ મેળવે છે. ‘પરોપકાર’માં એક ટેક્સી ડ્રાઈવર પણ સમાજને માટે કંઈ કરવા ઇચ્છે તો કરી શકે તે બતાવ્યું છે. તો વળી ‘સુગરી અને ચકલી’, ‘મિત્ર’ તથા ‘શાસકમાં પણ સદાચાર જરૂરી’ વાર્તામાં મિત્રતા, સદાચાર તથા માનવતાના દર્શન થાય છે.