મનુષ્ય સંબંધો અને સમાજથી જોડાયેલો છે. રોજબરોજ એના જીવનમાં નવી નવી ઘટનાઓ બને છે. આ ઘટનાઓ સુખદ અને દુઃખદ બંને હોય છે. દુઃખદ ક્ષણોમાં જતું કરીને વિષાદ કર્યા વગર આગળ વધવું એ માનવજીવનની સાર્થકતા છે. હંમેશાં સકારાત્મક અભિગમ અપનાવી આગળ વધશો તો જીવન મોજથી જીવી શકશો. આ સંદેશો મારા કાવ્યો આપે છે. મારી કલ્પના એટલે જિંદગીના સ્વરૂપો, સંબંધોના ઉતારચઢાવ, પ્રણય, પ્રકૃતિ, મિત્ર, નારી વિષેના કાવ્યો.