“સ્વપ્નગ્રહની સફર” ટ્રેનમાં આકાર લેતી એક રોમાંચક પ્રેમકહાની છે. સમાજની રૂઢિચુસ્ત માન્યતા સામે બળવો પોકારી પોતાનું સપનું પૂરું કરવાની જીદ લઈને એકલા પ્રવાસે નીકળેલી નાયિકાની સફરમાં આવતા ઉતાર ચઢાવ અને અનુભવો વર્ણવતી આ કથા અત્યંત સંવેદનશીલ અંત તરફ લઈ જાય છે. એક નિર્દોષ અવ્યક્ત પ્રેમને અંત સુધી નિભાવતી પ્રેમિકાના મનોમંથન અને સંવેદના વાચકોના હૃદયને પણ સ્પર્શી જશે… જુદા જુદા પાત્રો સાથે અવનવી ઘટનાઓના તાણાવાણા ગૂંથતી લઘુ નવલ એટલે સ્વપ્નગ્રહની સફર.