મારું નામ પૂર્વી શાહ છે. મારો જન્મ અમદાવાદમાં થયેલ છે. લેખન મારો શોખ હોવાથી વિવિધ સમાચારપત્રો અને સામાયિક તથા વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ પર હું મારી રચનાઓ રજૂ કરું છું. આજે હું મારું પ્રથમ પુસ્તક બહાર પાડું છું. આ વાર્તાઓમાં બે એવી વ્યક્તિની વાત છે જે જિંદગી સાથે જીવવાની શરૂઆત કરે છે, જેમાં સુખ અને દુઃખ બંને પાસે આવે છે અને તેનો સામનો તેઓ ખૂબ જ પ્રેમ, સમજણ, એકબીજાના સહકાર અને સંબંધના સથવારાથી કરે છે.