નમસ્કાર, પુસ્તક એક એવું પારસમણિ છે કે જે હતોત્સાહિત થયેલા કોઇ પણ વ્યક્તિમાં જાન ફૂંકી શકે છે. પુસ્તક એક એવું મિત્ર છે કે જે નિઃસ્વાર્થ ભાવે સાથ નિભાવે છે. પુસ્તક લખવું એ કંઇ આસાન કામ નથી. એક વાક્ય લખવા સો શબ્દો વિચારવા પડે, પ્રાસાનુપ્રાસ મેળ બેસાડવો પડે, ત્યારે એક વાક્ય લખાય છે. આવા અઢળક વાક્ય ભેગા થઇને એક ફકરો રચાય છે. આવા ઘણા ફકરાઓ ભેગા થાય ત્યારે એક પુસ્તકનું નિર્માણ થાય છે. ચાલો વાત કરીએ આવા જ અમારા એક પુસ્તક “સમજણ વિના સૌ અભણ” ની ...... આ પુસ્તક આઝાદીના અમૃત મહોત્સવને સમર્પિત છે..... પ્રવર્તમાન સમયમાં જ્યારે લોકોનું શિક્ષણ ઉચ્ચ કક્ષાનું છે, સગવડો સર્વોચ્ચ કક્ષાની છે, ઓનલાઇન દુનિયામાં જ્યારે એક ખૂણામાંથી બીજા ખૂણામાં જતા સેકન્ડો લાગે છે, સંસાધનો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે, તો પણ કેમ દુનિયામાં લોકોના સંબંધો વણસી રહ્યા છે? શા માટે લોકો વધુને વધુ હતાશાનો ભોગ બની રહ્યા છે? શા માટે ન્યુક્લિયર ફેમિલી જેવા ખ્યાલો વિકસી રહ્યા છે? શા માટે વડીલોનો મોભો ઘટી રહ્યો છે? મહદંશે જવાબ એક જ છે કે સમજણનો અભાવ. આવા તો કંઇ કેટલાય પ્રશ્નો છે કે જે લોકોને પજવી રહ્યા છે. એવો દાવો નથી કે આ પુસ્તક ઉપરોક્ત તમામ પ્રશ્નોનો હલ આપશે, પરંતુ એટલો વિશ્વાસ તો ચોક્કસ છે કે આ પુસ્તક વાંચ્યા બાદ જિંદગી જીવવાનો અભિગમ ચોક્કસથી બદલાશે. આ પુસ્તકમાં છાશવારે ચર્ચામાં રહેતા શબ્દો જેવા કે એનિવર્સરિ, Maturity,પડકાર, Civil Service Day Special, ઇન્ટરનેટ, ઘમંડથી ભરેલો સંબંધ, મજબૂરી, દીકરાની લાલસા, DATING, પિરિઅડ, સ્ત્રીઓની સુરક્ષા, ઇન્ટરનેટીઓ પ્રેમ, શાંતિ ક્યાં છે?, SOCIAL MEDIA શું કરી શકે?, લગ્નેત્તર સંબંધ, LOVE MARRIAGE, મોબાઇલ અને બાળકો આવા ઘણા જ વિષયો કે જે હાલમાં આપણે સૌ દરરોજ સમાચારપત્રો કે ટી.વી. કે સોશિયલ મિડીયામાં જોઇએ છીએ. દરેક બાબતના બે પાસા હોય છે એક સકારાત્મક પણ હોય અને નકારાત્મક પણ. આ પુસ્તક એ વાચક રસિકો પૂરતું જ નથી, પરંતુ બાળકથી માંડીને વયોવૃધ્ધ વડીલ પણ આ પુસ્તક વાંચી એનું રસપાન કરી શકે છે. દરેક વાર્તા બાદ એક બોધ આપવામાં આવેલ છે કે જે જિવનમાં ઉતારવામાં આવે તો જિવન સાર્થક બનાવી શકાય છે. “SOCIAL MEDIA” નો અતિરેક ઉપયોગ કેવું ખતરનાક પરિણામ લાવી શકે છે અને જો એનો તર્કસંગત ઉપયોગ કરવામાં આવે તો એ કેટલું સારૂં પણ છે, એ વાર્તા સ્વરૂપે આ પુસ્તકમાં આલેખાયું છે.
“Civil Service Day Special” સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી આંમાથી બોધપાઠ લઇ શકે છે. આ વાર્તામાં સિક્કાની બન્ને બાજુ દર્શાવવામાં આવી છે કે એક ગ્રામ્ય કક્ષાનો અશિક્ષિત પરિવારનો ઉમેદવાર અને એક સનદી અધિકારીના ઘરનો ઉમેદવારમાં શું તફાવત હોય છે એનું નિરૂપણ કરેલ છે. આ વાર્તા દરેક સ્પર્ધકને સ્પર્શે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી બધા માટે એક સરખી નથી હોતી એ આ વાર્તા વાંચ્યા બાદ આપને સમજાશે. “LOVE MARRIAGE” આપણા સભ્ય સમાજનો સળગતો મુદ્દો. કોણ કહે છે કે LOVE MARRIAGE એ દુષ્કૃત્ય છે? પરંતુ અત્યારે છોકરીઓ સોશિયલ મિડીયા થકી અને બીજા માધ્યમો થકી પણ જે દેખાવના ફેશનેબલ અને અક્ષમ છોકરાઓ પસંદ કરી પોતાની જિંદગી હોમી દેય છે, ત્યારે પ્રશ્ન થાય છે, કે આ છોકરીઓ એવું તો શું જોતી હશે? માન્યું કે પ્રેમ આંધળો હોય છે, પરંતુ એટલો બધો પણ અંધવિશ્વાસ ન હોવો જોઇએ કે પોતાનું જ ભવિષ્ય ન જોઇ શકાય. આવો, એક વાર્તા થકી જાણીએ LOVE MARRIAGE ના માપદંડો. “લગ્નેત્તર સંબંધ” ભાગ્યે જ કોઇ દિવસ એવો હશે કે જ્યારે આપણે લગ્નેત્તર સંબંધ જેવો શબ્દ સમાચારપત્રમાં ન વાંચ્યો હોય. દરરોજ આપણે સમાચારપત્રોમાં વાંચીએ છીએ કે લગ્નેત્તર સંબંધ થી આખો પરિવાર વિખેરાયો. આવો, જાણીએ એક વાર્તા થકી લગ્નેત્તર સંબંધ નો કેવો કરૂણ અંજામ આવે છે.
“મોબાઇલ અને બાળકો” અત્યારે દરેક વાલીની ફરિયાદ રહે છે કે એમનું બાળક મોબાઇલ વગર જમતું પણ નથી! કોઇ પણ ક્ષેત્રમાં જ્યારે અતિશયોક્તિ હોય ત્યારે એ અવશ્ય ક્ષતિ પહોંચાડે છે. શું હાલના સમયમાં પણ બાળક મોબાઇલ વગર રહી શકે છે? શું એ મોબાઇલની લત વગર જીવી શકે છે? હા, ચોક્કસથી બાળક મોબાઇલ વગર પણ મજાથી રહી શકે છે. આવો, જોઇએ કે બાળક મોબાઇલની જીદ વગર પણ ખૂબ જ હર્ષોલ્લાસથી જીવી શકે છે. આવો, એક વાર્તા થકી જાણીએ મોબાઇલ અને બાળકોની માયાજાળ... “પિરિઅડ” આ શબ્દ દરેક સ્ત્રી માટે સાહજિક છે, અને ખરેખર તો દરેક માટે પણ સહજ હોવો જોઇએ. તો પણ આપણા સભ્ય સમાજમાં જાહેરમાં આ શબ્દ કોઇ બોલે તો લોકો શરમ જેવું અનુભવે છે. જે બાબતથી બાળકને જેટલું દૂર રાખવામાં આવે છે, બાળક એ બાબતથી જ વધુને વધુ આકર્ષિત થાય છે. કેમ કે બાળકને એ અજાણી બાબતો જાણવાની હંમેશા ઉત્કંઠા હોય છે. આવો, જાણીએ પિરિઅડ પર એક વાર્તા થકી આપણા સભ્ય સમાજની વરવી વાસ્તવિકતા. “સેક્સ” શબ્દ પણ દરેકેદરેક વ્યક્તિ માટે સાહજિક હોવો જોઇએ. પણ આપણા સભ્ય સમાજમાં જાહેરમાં આ શબ્દ કોઇ બોલે તો લોકો શરમ જેવું અનુભવે છે. જે બાબતથી બાળકને જેટલું દૂર રાખવામાં આવે છે, બાળક એ બાબતથી જ વધુને વધુ આકર્ષિત થાય છે. કેમ કે બાળકને એ અજાણી બાબતો જાણવાની હંમેશા ઉત્કંઠા રહેલી હોય છે. આવો, જાણીએ “સેક્સ” પર એક વાર્તા થકી આપણા સભ્ય સમાજની સુધારાલક્ષી બાબત. અમારૂં આ પુસ્તક “સમજણ વિના સૌ અભણ” એ આઝાદીના અમૃત મહોત્સવને સમર્પિત છે. તો એ વાત સ્વભાવિક છે કે એમા દેશ પ્રેમ બાબતે વાત હોય જ. આમેય ડૉ.આંબેડકરજીનું સુવાક્ય છે ને કે “We are Indians firstly and lastly” હંમેશા દેશને જ પ્રથમ ચાહ્યોં છે. આ પુસ્તકમાં પચાસમી વાર્તા એટલે દેશ પ્રેમ... સાતત્યપૂર્ણ એવી વાર્તા આલેખી છે. આ વાર્તા એ એક અલગ જ પ્રકાશ પાથરે છે કે દેશ પ્રેમ તો સૌ કોઇ કરે છે, પણ અહીં આ વાર્તામાં દેશ પ્રેમની બીજી બાજુ દર્શાવવામાં આવી છે કે દેશ પ્રેમ આવો પણ હોઇ શકે છે. દેશ પ્રેમ એ કોઇ ચોક્કસ તહેવાર કે બનાવ પૂરતો જ ન હોય, દેશ પ્રેમ તો દરેકે દરેક શ્વાસે હોવો જોઇએ. આવો પુસ્તક થકી જાણીએ કે દેશ પ્રેમ આવો પણ હોઇ શકે છે. ઉપરોક્ત બાબતો એ અમારા પુસ્તક “સમજણ વિના સૌ અભણ” નું માત્ર ટ્રેલર જ છે. “પિક્ચર અભી બાકી હૈ”. આખા પુસ્તકમાંથી પસાર થશો ત્યારે સમજાશે કે આંમાની ઘણી એવી વાર્તાઓ છે કે મને, તમને કે આપણી આસપાસની કોઇ પણ વ્યક્તિઓને સ્પર્શે જ છે. આ પુસ્તકનો સહર્ષ સ્વિકાર કરશો, વાંચજો અને વંચાવજો એ અભ્યર્થના સાથે નમસ્કાર. લેખક અને સહલેખિકાને આપના અમૂલ્ય પ્રતિભાવો જાણવાની હંમેશા તાલાવેલી રહેશે. નીચે આપેલા મોબાઇલ નંબર તથા E-MAIL ID પર આપ આપનો પ્રતિભાવ જણાવી શકો છો. વંદે માતરમ્.......