આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત દેશ પરદેશ મેગેઝીન દ્વારા દેશભક્તિ શૌર્યગીત સ્પર્ધાનું આયોજન પહેલી જાન્યુઆરીના દિને સોશિયલ મિડિયા દ્વારા જાહેર કરવામાં આવી. જેને અનેરો આવકાર અને બહોળી માત્રામાં કવિઓનો અપ્રિતમ પ્રેમ મળ્યો. જેમાં માત્ર ત્રણ દિવસમાં ૧૨૦થી વધુ રચનાઓ પ્રાપ્ત થઈ. દેશ પરદેશ દ્વારા આવી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તરફથી અભિનંદન પત્ર પ્રાપ્ત થતાં આનંદની લહેર વ્યાપી ગઈ. સ્પર્ધાનું પરિણામ આપવાનું અને ‘કાવ્ય અમૃત’પુસ્તકનું મુખપૃષ્ઠ વિમોચન ચેરમેન શ્રી નિમિષ પટેલ હસ્તે કરવાનું આયોજન તારીખ ૨૬ જાન્યુઆરીના ગણતંત્રદિનના વિશિષ્ટ દિને કરવામાં આવેલું. ૭૫ કરતાં વધુ કવિ મિત્રોએ એમાં હાજરી નોંધાવી. એમાં ઈન્ડિયા વર્લ્ડ રેકોર્ડ બુકના ડિરેક્ટર શ્રી પાવન સોલંકી અને એમની ટીમ નિરીક્ષક તરીકે ઉપસ્થિતિ હતા. જેઓ દ્વારા ૧૧૧ જેટલી મોટી સંખ્યામાં દેશભક્તિ શૌર્યગીત સ્પર્ધા દ્વારા પ્રાપ્ત કરવા માટે દેશ પરદેશ મેગેઝીન ટીમને વિશ્વવિક્રમ સ્થાપિત કરવા પ્રમાણિત કરવામાં આવી. આ સ્પર્ધાનું આયોજન કરવાનો મુખ્ય હેતુ આ હતો કે, યુવા નવોદિતોને દેશભક્તિ શૌર્યગીત લખવાની પ્રેરણા મળે, નવાં કાવ્યોની રચના થાય, કાવ્યો એક ગ્રંથ તરીકે સચવાય અને આવનારી પેઢીને યાદ આવે કે આઝાદીના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી સાહિત્ય દ્વારા કેવી રીતે કરવામાં આવેલી. આવા નિર્મળ હેતુને સાકાર કરવા મને મેનેજમેન્ટ ટીમ દ્વારા સહમતિ મળી. જ્યાં અને જ્યારે જે જરૂરિઆત જણાઈ ત્યાં ચેરમેન શ્રી અને વાઈસ ચેરમેન શ્રી વ્યાસ સર દ્વારા મને ઉત્તેજન પૂરું પાડવામાં આવ્યું. જે થકી હું પચ્ચીસ દિવસના ખૂબ ઓછા સમયમાં કાવ્યનું સંપાદન કરી શકી, તેમજ શ્રી અનિલ રાવલ, ડો મુકેશભાઈ જોષી અને કાલિન્દીબેન પરીખ દ્વારા નિ:સ્વાર્થ ભાવે નિર્ણાયક તરીકે સેવા પૂરી પાડી અને ૧૧૧ કાવ્યોનું તટસ્થ રીતે મૂલ્યાંકન કરી આપ્યું. એમનો આભાર માનું એટલો ઓછો છે. - ઈવા પટેલ