કવિશ્રી મયુર બ્રહ્મભટ્ટ સુરત જિલ્લાના ઝંખવાવ ગામમાં રહે છે. તે પોતે બિઝનેસ કરે છે અને સાથે સાથે લેખનમાં પણ ખૂબ જ રુચિ ધરાવે છે. તેઓ ગદ્ય અને પદ્ય બન્નેમાં લખે છે. ગદ્યમાં મયુર બ્રહ્મભટ્ટ "મજનુ" (અનિરુદ્ધ) નામથી આર્ટિકલ, લેખ, લઘુકથા, વાર્તા, માઇક્રોફિક્શન વગેરેમાં ખૂબ સારી ફાવટ રાખે છે. પદ્યમાં પણ મયુર બ્રહ્મભટ્ટ "મજનુ" (અનિરુદ્ધ) નામથી અછાંદસ કવિતા, હાઈકુ, પિરામિડ રચના વગેરે લખે છે. સાથે સાથે તે એક એવા કુદરતી પ્રેમી છે જેને કુદરત સાથે સાચા દિલથી લગાવ છે અને તે કુદરતને વધારે પડતો પ્રેમ કરે છે. તે ગ્રેજ્યુએટ પણ છે તેમણે બી. ઇ. ઇલેક્ટ્રિકલ કરેલ છે. હવે આપણે તેમના વિશે જેટલું લખવા જઈએ એટલે ઓછું પડે કેમ કે, કુદરતી પ્રેમી એટલે કે એવું વ્યક્તિત્વ ધરાવતો માણસ કે જે કુરતને પોતાની મા સમાન ગણે છે.