નીલ પ્રખ્યાત સસ્પેન્સ થ્રીલર નવલકથા લેખક છે. એક સાંજે નીલની પત્નીની ગેરહાજરીમાં તેની એક ચાહક નંદિની મળવા આવે છે, પરંતુ કોઇ ગૂઢ કારણોસર નંદિનીનું ખૂન થઈ જાય છે. નીલને પણ સમજાતું નથી કે નંદિનીનું ખૂન કોણે કર્યું! નીલ ગભરાઈ જાય છે. પોલીસના ડરથી તે ઘરમાંથી ભાગી જાય છે. ત્યારબાદ શરૂ થાય છે ઈન્સ્પેકટર ડિકે અને નીલ વચ્ચેનો પકડદાવ.
જે લેખકને પોતાની નવલકથામાં સસ્પેન્સ, થ્રીલર અને ક્રાઈમના દાવપેચ રમવાનો અનુભવ અને આદત હોય, તે પોતે જ જયારે ખૂનકેસમાં સપડાય ત્યારે તે શું કરશે? નવલકથાના પાત્રોને નિર્દોષ છોડાવનાર પોતે નિર્દોષ છૂટશે?
તૈયાર થઇ જાવ એક પળે પળે શ્વાસ થંભાવી દેતી રોમાંચક થ્રીલર માટે.
મારી ચેલેન્જ છે કે, છેલ્લા પ્રકરણ સુધી તમે નંદિનીના ખૂનીનું રહસ્ય ઉકેલી નહીં શકો. તો ચાલો મારી ચેલેન્જ સ્વીકારીને નવલકથા વાંચવાની શરૂ કરો.