ડરના માહોલમાં પ્રગટતું અર્ધપારદર્શી ધુમ્મસ, તેનો મૂકરવ અને તેની સાથે બીભત્સ રસમાં વહેવાની મઝા, એટલે હોરર વાર્તાઓ. મનના અંધકારને ભેદીને નજરો સમક્ષ ઉતરી આવતાં ઘાટ વગરના ઓળા, કાનના પોલાણમાં શીશાની જેમ રેડાતાં કર્કશ અને કર્ણભેદી અવાજો. જોજનો દૂર ચંદ્રના પહાડોપરથી આક્રમણ કરતું વાદળિયું અઘોર ધુમ્મસ. અંધકારને ચિરતી કોઈ વીજળી, પૃથ્વીને ફાડીને પ્રગટતી અધોરી અમાનવીય આકૃતિઓ, મનના ગર્ભમાંથી નીકળતી ભેદી-તરંગી માયા અને તેની માયાજાળ, બસ આ બધું છ ઇંદ્રિયોથી માણવું, અનુભવવું, ડરવું, જાગવું, ભાગવું, પકડાવું, છૂટવું અને તેના આનંદમાં રાચવું, એટલે આ અનોખી ડરની કથાઓ. શોપિઝન ખાસ આપના માટે લઈને આવ્યું છે, ડરામણી કથાઓનો સંગ્રહ ‘ઓગળતું ધુમ્મસ. પંદર લેખકો દ્વારા લખાયેલી પંદર અનોખી બીભત્સ કથાઓનો રસથાળ.