આનંદ ગજ્જર કોટન સીટી કડીના વતની છે. જેઓ વ્યવસાયે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા વર્ષોથી સંકળાયેલા છે. કડી ઇન્ડસ્ટ્રીયલ સસ્પેન્સ, થ્રિલર અને રોમાંચથી ભરપૂર નવલકથા છે. જેઓ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ કડી તથા રોટરી ક્લબ ઑફ કડી જેવી સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. વિદેશ પ્રવાસ, સાયકલિંગ અને વાંચન તેમનો શોખ છે. અર્ણવ પંડિત આ નવલકથાનો કથાનાયક છે. કાશ્મીરની હસી વાદીઓમાં તેનું સુમધુર સંગીત રેલાતું હોય છે. શ્રેષ્ઠ ગાયક તરીકે અર્ણવ પંડિતનો સિતારો ચમકવા લાગ્યો હોય છે ત્યારે તેના જીવનમાં એક ઘટના બને છે અને તેનું જીવન બદલાઇ જાય છે. એક સમયનો બેસ્ટ સિંગર અને સ્ટુડન્ટ એક સાધારણ સાઇકો પર્સન બની જાય છે. અર્ણવ પંડિતની સાઇકોલોજી સમસ્યાનો ઉકેલ મેળવવા તેની દોસ્ત તન્વી એક પ્રયોગ કરે છે અને ત્યારે જ શહેરમાં શરૂ થાય છે ખૂનનો સિલસિલો...! રહસ્યોથી ભરપૂર આ નવલકથાનો અંત ખૂબ જ રોમાંચક છે. સિરિયલ કિલર અને સાઇકો પર્સનની આસપાસ અનેક રહસ્યો ખડા કરતી આ નવલકથા રહસ્ય નવલકથાના શોખીનોને ખૂબ જ ગમે તેવી છે.