વિષ્ણુ સાણોદરિયા વ્યવસાયે શિક્ષક છે અને હાલ પોરબંદરના માલણકા ગામમાં સેવા આપી રહ્યા છે. લેખ ઉપરાંત તેમણે કાવ્યો અને વાર્તાઓમાં પણ સર્જનકાર્ય કર્યું છે. એમનું પહેલું પુસ્તક ‘હરિ તારા નામ છે હજાર’ કૃષ્ણના ભક્તિ ગીતોનો સંગ્રહ હતું. ‘પ્રેમની બારાક્ષરી’ પ્રેમની અગલ અગલ દૃષ્ટિકોણથી વાત કરતું ચિંતનાત્મક પુસ્તક છે.
પ્રેમ એટલે એક આહ્લાદક અનુભૂતિ. પ્રેમ એટલે ત્યાગ, બલિદાનની ભાવના. પ્રેમ એટલે ફક્ત એક જ વ્યક્તિને સમર્પિત સંપૂર્ણતા. પ્રેમ એટલે આંખથી સમજી જવાની વાત. પ્રેમ એટલે સંપૂર્ણ ખામોશી. આંખ બંધ થાય અને ખૂલે એ બન્ને સમયે જે વ્યક્તિ આંખોની સામે હોય તે સ્થિતિ પ્રેમ છે. કોઈની યાદમાં રડવું, હસવું, ગુમસૂમ રહેવું એ પ્રેમ છે. તમને ગમતી વ્યક્તિ તમારા જીવનમાં ન આવી હોય અને તેની યાદમાં તમે જીવન વિતાવો એ પ્રેમ છે. દિલને તકલીફ આપનારો દિલમાં રહે તે પ્રેમ છે.