નિકિતા પંપાણીયા ‘ઝિલમિલ’એ આજે સાહિત્ય ક્ષેત્રે પોતાનું નામ ઉજાગર કરતા ગદ્ય અને પદ્યમાં અનેક બેનમુન રચનાઓ લખી છે. જીવનના સંઘર્ષો, નૈતિક મૂલ્યો, પ્રેમ અને વિરહ, વર્તમાન સામાજિક પરિસ્થિતિ, સામાજિક કુરિવાજો, મહિલા સશક્તિકરણ વગેરે જેવા અનેક વિષયો પર ઉત્તમ કક્ષાનું સાહિત્ય લખતા રહ્યા છે. લેખન ક્ષેત્રે નવા નવા રંગોની છાંટ તેમની કવિતાઓ અને વાર્તાઓમાં જોવા મળે છે. હાલમાં તેઓ ‘NIKITA PAPANIYA' નામની યૂટ્યૂબ ચેનલમાં પોતાની રચનાઓને પોતાના જ સ્વરમાં સુંદર પઠન કરીને જન જન સુધી પહોંચાડી રહ્યા છે. એમના દ્વારા લખાયેલ સાહિત્ય અવારનવાર ‘સ્પાર્ક ઓફ આહીર ઈ-મેગેઝીન’, ‘લોકશાહીની કલમે’, ‘લોકાર્પણ ન્યૂઝ’, ‘ગાંધીનગર મેટ્રો’, ‘સાંજ ઈ મેગેઝીન’, અને ‘દિવ્યાંગ સંઘર્ષ’ વગેરે દૈનિક વર્તમાનપત્ર તેમજ વિવિધ મેગેઝીનમાં પ્રકાશિત થતું આવ્યું છે.