નાનપણથી જ પ્રિતેશ બોપલીયાને વાંચનમાં અને પેઇન્ટિંગમાં ખૂબ રસ રહ્યો હતો. આ કળા દ્વારા ચિત્રોમાં રંગ અને રેખાથી વેદનાનું વર્ણન કરતાં કરતાં ક્યારે એ બધું નોટબુકમાં ઉતરવા લાગ્યું, એ જાણ જ ના રહી અને આ જ શોખના કારણે લખવાની પ્રેરણા મળી. લેખનની શરૂઆતમાં મિત્રો પાસેથી સાંભળેલી વાતોને વાર્તા સ્વરૂપે વાચકો સમક્ષ રજૂ કરી હતી. બા-બાપુજી પાસેથી પોતાના ગામના ઇતિહાસની વાતો સાંભળી હતી. એ જ વાત એટલે આ પુસ્તક – ‘રહસ્યમય પુરાણી દેરી’. જે આજે નવલકથા સ્વરૂપે આપને એક રોમાંચક સફરે લઈ જશે. એક પછી એક બનતી ઘટના કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે એ વિશે પાત્ર પોતે પણ અજાણ છે. ગામની એ દેરીની પ્રાણપ્રતિષ્ઠા સમયે બનેલી ઘટનાથી શરૂ થઈને એ પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થાય એ વચ્ચે વિતેલા સમયની કહાની એટલે રહસ્યમય પુરાણી દેરી.