“તિતલી” એ નામ જ કેટલું સુંદર છે! તિતલી બનવું કોને ન ગમે? તેને અલગ અલગ ફૂલનો રસ લેવો હોય. તેને પણ એક ઉડાન ભરવી હોય. અને એટલે જ મેં મારું ઉપનામ પણ "તિતલી" રાખ્યું. કારણ કે સાહિત્યના આ જગતમાં કલમ દ્વારા અલગ અલગ રસ જાણવા મળશે અને એક નવી ઉડાન ભરી શકીશ. જ્યારે લોકડાઉન થયું હતું ત્યારે મને પહેલી વાર પોતાને શોધવાની તક મળી. અને મને ખબર પડી કે મને લખવાનો શોખ છે. મેં એ શોખને સફળતા તરફ આગળ વધાર્યો. ઘણી અલગ-અલગ રચનાઓ બનાવી. ચારે બાજુ ત્યારે બસ હતાશા અને તણાવનો માહોલ હતો. તેથી મેં પ્રેરણાત્મક કથાઓ લખી. એ સાથે જ થોડી પ્રેમ કથાઓ પણ લખી. તો થોડાં કાવ્યો લખ્યાં. તેને એક પુસ્તકનું રૂપ આપવાનું નક્કી કર્યું. અને તેને નામ આપ્યું "તિતલીની ઉડાન". મારું આ પહેલું પુસ્તક છે, જે મને એક નવી ઉડાને લઈ જશે. મારી રચનાઓ તમને એક નવી આશા દેવામાં ક્યાંક ઉપયોગી કે પછી મદદરૂપ થાય એવો આશય છે. - નિતી સેજપાલ "તિતલી"