હું પિન્કી મહેતા શાહ "દિશા" ઉપનામથી લખું છું. આકાશવાણીમાં સ્વરચિત નાટક, લેખ, ચર્ચા, પરિસંવાદ, વાર્તા, કવિતા અને ઈન્ટરવ્યૂ સેક્શનમાં કામ કરેલ છે. સંગીતમાં સંન્નિષા, શ્રુતિદર્શન ગ્રુપ સાથે જોડાયેલ હતી. અભિનયમાં કલાદર્શન સંસ્થા સાથે સંલગ્ન હતી. નવગુજરાત સમાચાર, વતનની વાત, જનગર્જન, રાજલેખન, ગુજરાતી છાયા, બોટાદ ન્યૂઝ, બી.કે ન્યૂઝ, જયહિંદ, દિવ્ય ભાસ્કરમાં અવારનવાર રચનાઓ છપાય છે. મારી રચનાઓ દિલ સે ખૂબસૂરત, તોફાની તાંડવ, શબ્દ શણગાર, સંકલ્પ, પહેલ, દેશ પરદેશ, અરસપરસ, સમન્વય મેગેઝીનમાં પબ્લિશ થયેલ છે. અત્યાર સુધીમાં ૩૦ પુસ્તકોમાં સહલેખક તરીકે લખેલ છે. ત્રણ પુસ્તકો માટે વજ્ર રેકોર્ડ, બુક ઓફ ઈન્ડિયા, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળ્યા છે. સહસંપાદક તરીકે મારું પુસ્તક વેલ્યૂ-એજ્યુને સ્કૂલમાં મોટીવેશનલ રેફરન્સ પુસ્તક તરીકે સમ્માન મળેલ છે. ગુજરાતી ચેનલના દરેક ગેમ શો અને કુકરી શોમાં 2006-7-8માં પ્રોગ્રામ આપેલ છે. 'કાવ્યરસ' પ્રોગ્રામમાં આવી ગયેલ છે. એન્કર તરીકે મારા પર્સનલ અને બહારના પ્રોગ્રામ કરું છું. આ સંપાદિત પુસ્તક પરવરિશને સ્ટાર ઇન્ડિયા તરફથી સુપર વૂમન ૨૦૨૧નો એવોર્ડ મળેલ છે. અસ્તિત્વનું આત્મવિલોપન પુસ્તકને મેજીક બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અંતર્ગત બેસ્ટ રાઈટરનો એવોર્ડ મળેલ છે. હિલેરિયસ નામથી મેં ૧૪ ઈ મેગેઝિન રિલીઝ કર્યા છે. ૧૪ ઓગસ્ટ ૨૦૨૨નાં રોજ અમદાવાદ ખાતે મારાં ચાર પુસ્તક વિમોચન અને એવોર્ડ ફંકશન રાખેલા હતા.