જાદવ મનિષાબેન રાઘવભાઈ એક પ્રાથમિક શિક્ષક છે. શિક્ષણની સાથે સાહિત્યમાં પણ રસ ધરાવે છે. બાળસાહિત્ય જેવાં કે બાળગીત, બાળવાર્તા અને જોડકણા લેખન કરે છે. આ ઉપરાંત ટૂંકીવાર્તા, અને અનેક કવિતાઓમાં ખેડાણ કર્યું છે. આ પુસ્તકમાં જીવનમાં હરપળ બનતી અવનવી ઘટનાઓમાં, સુખ કે દુઃખમાં ધીરજ ધરી મનને શાંત રાખવા માટેની, ખુશીની લાગણી વ્યક્ત કરતી કવિતાઓ સામેલ છે. એક નાનકડી કવિતા પણ જિંદગીને આનંદ આપી જાય છે. હોય ભલેને શબ્દો બહુ ઓછાં, પણ જીવનનો મર્મ સમજાવી જાય તે કવિતા. જેને સતત મનમાં ગણગણી શકાય, બોલી શકાય તે કવિતા! કવિતા એટલે કલ્પનાશક્તિ વડે ઈશ્વરીય દુનિયાને સુંદર આકાર આપવાની પ્રક્રિયા. કવિ કવિતા વડે સંગીતની દુનિયા જીવંત રાખે છે. ઈશ્વરના સુંદર દૃશ્યને શબ્દોના માધ્યમ વડે દરેક માનવ સુધી પહોંચાડે છે.