અમન એક નવયુવાન પત્રકાર - જર્નાલિઝમ ભણીને ભારત ટાઈમ્સમાં ફૂલ ટાઈમ પત્રકાર તરીકે જોડાય છે. આ નવલકથાની નાયિકા અંગારી ફિલ્મ ફ્રીલાન્સર પત્રકાર છે. અમન ધીમે ધીમે પત્રકાર જગતમાં પોતાનું નામ આગળ કરતો જાય છે. એક પ્રસંગે અંગારી સાથે મુલાકાત થાય છે. પત્રકારત્વ ઉપર દલીલ, ચર્ચા અને ટીકાઓ થાય છે. બંન્ને વચ્ચે ઘર્ષણ થાય છે અને એક બનાવ એવો બને છે જે બંન્નેને નજીક લાવે છે. અમન મહારાષ્ટ્રમાં થતાં અને ખાસ કરી રાજકારણ અને ફિલ્મોમાં થતાં ગુના, કાળા કામને ઉઘાડા પાડવા કમર કસે છે અને આ નવલકથાનું હાર્દ એમાં સમાયું છે. ખૂબ રહસ્યમય અને રસપ્રદ નવલકથા આપને સતત જકડી રાખશે અને રાજકારણ તથા સમાજમાં બનતી ઘટનાઓનું પ્રત્યક્ષ દર્શન કરાવશે. એક પછી એક પ્રકરણ નવલકથાને રસપ્રચુર અને રહસ્યમય બનાવશે. દક્ષેશ ઇનામદાર એક એવું નામ જેને વર્નાક્યુલર પ્લેટફોર્મ પર ખૂબ વાંચવામાં આવે છે. નવી પેઢી અને વાંચન જગતમાં ખૂબ પ્રખ્યાત અને વંચાતા લેખક છે. પ્રેમાગ્નિ, પ્રેમ અંગાર, રિવેન્જ, ટ્રુથ બિહાઇન્ડ લવ, સ્કાય હેઝ નો લિમિટ, લવ બ્લડ, ધ કોર્પોરેટ એવીલ, લવ બાઇટ્સ, આઈ હેટ યુ - કહી નહીં શકું, એક પૂનમની રાત, વસુધા - વસુમાં, ધ સ્કોર્પિયન, સ્ટ્રીટ નં-૬૯ જેવી સફળ નવલકથાનાં લેખક દક્ષેશ ઇનામદારની કલમે લખાયેલી દરેક નવલકથા અનોખી અને રસપ્રચુર સાબિત થઈ છે. દક્ષેશ ઇનામદાર વિશે વધુ જાણવા જોડાઓ વાચકોના પરિવારમાં, જ્યાં સાહિત્યનો મેળો, નવલકથા-નવલિકાઓની છોળો અને કાવ્યની રંગત અને સુવાક્યોની જમાવટ છે. Facebook - Baat Dil Ki Dakshesh Inamdar Instagram- @daksheshinamdarbaatdilki Youtube – Dakshesh Inamdar