"પ્રેમની ઊર્જાશક્તિ મારી પહેલી નવલકથા છે. શોપિઝન પર સ્પર્ધાની વિગતો વાંચીને મને લખવાની પ્રેરણા મળી, તેથી શોપિઝનનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. કુદરતનો પણ આભાર માની રહી છું, કે મને વિચારોથી તરબોળ કરી આ નવલકથા પૂરી કરવામાં મદદ કરી. બીજા પ્રેરણાસ્ત્રોત છે મારા પિતાજી, જે અત્યારે હયાત નથી. મને નવલકથા લખવા માટે તેમણે લાયક બનાવી. તેથી મારી આ નવલકથા મારા પરમ પૂજ્ય પિતાશ્રીને અર્પણ કરું છું. વ્હાલા વાચક મિત્રો, મારી આ પહેલી નવલકથા તમને ગમશે એવી અપેક્ષા રાખું છું. નવલકથામાં રેખા અને મિલન એકબીજાને પ્રેમ કરે છે. પહેલા તો બંનેના પરિવાર વિરોધ કરે છે. મિલન ગરીબ હોવાથી રેખાએ લગ્ન માટે સંઘર્ષ કરવો પડે છે. માતા-પિતા રેખા સામે લગ્ન પછી ગામ છોડી દેવાની શરત રાખે છે. જેને સ્વીકારીને રેખા મિલન સાથે લગ્ન કરી લે છે. આ પ્રેમકથા આગળ વધે છે અને રેખા નક્કી કરે છે કે, ‘હું મારા પ્રેમની ઊર્જાશક્તિથી મિલનનો અભ્યાસ પૂર્ણ કરાવીશ અને તેને એક પ્રતિષ્ઠિત વ્યક્તિ બનાવીશ.’ આથી રેખાના જીવનમાં પડકારો પણ આવે છે, જેનો તે ખૂબ હિંમતથી સામનો કરે છે. એ બધું તેની અંદર રહેલી પ્રેમની ઊર્જાશક્તિથી શક્ય બને છે. રેખાની સાથે તેની આજુબાજુમાં તેના જીવનમાં સાથ આપતા વિવિધ પાત્રોની પણ આ નવલકથામાં સારી એવી ઝલક મળે છે. આ નવલકથા પ્રેમની ઊર્જાશક્તિ પર વધારે પડતો ભાર આપે છે. અપેક્ષા રાખું છું કે તમે આ નવલકથા ચોક્કસ વાંચશો, અને મને તમારા યોગ્ય પ્રતિભાવ પણ આપશો."
ભાનુબેન પ્રજાપતિ ‘સરિતા’