નમસ્કાર, ગઝલ ગગરી એ મારી ગઝલોનું પ્રથમ પુસ્તક છે. અત્યાર સુધીમાં કાવ્ય, વાર્તા, નવલકથા તથા બાળગીતોના પુસ્તક પ્રકાશિત કર્યા બાદ ગઝલને પુસ્તક સ્વરૂપ આપવાનું વિચાર્યું. એક રીતે કહીએ તો આ મારો એકલ પ્રયાસ નથી જ. કેમકે, ગઝલને ઘડવા માટે પણ સાહિત્યના અનેક ગ્રુપના ગઝલ ગુરુઓ, માર્ગદર્શક અને બીજા ઘણાં પ્રેરણાદાયક લોકોનો સહકાર મળ્યો છે. કાવ્યોને માત્રાઓના એક સાંચામાં ઢાળવાની રીતથી એવો અનુભવ થાય છે કે જાણે કાવ્ય લેખનમાં ગ્રેજ્યુએશન મળી ગયું હોય! ખરેખર, એ પદ મળ્યું કે નહીં તે નિર્ણય તો આપ વાચકોનો જ હોય ને? આ ગાગર હું આપના હાથે આપવા જઇ રહી છું તો મને વિશ્વાસ છે કે, આપ તેમાં રહેલા પાણી (શબ્દ) તથા તેની છાલક(અર્થ)નો પૂરો આનંદ ઉઠાવશો.