સપ્રેમ નમસ્તે, આજના સુમંગલ અવસરે આપના કર કમળમાં મૂકતાં નવ પલ્લવિત થાઉં છું કે મારું પ્રથમ શેર અને શાયરીનું પુસ્તક "શાયરને સથવારે" સેશેર અને શાયરીના ચાહકો અને આ દિશામાં કલમ કસતા કલાપ્રેમીઓને ગમશે, આવકારશે તેમજ એને વાગોળીને એમાંથી પ્રેરણા લેશે, એવી આશા રાખું છું. ભારતના પ્રત્યેક પ્રદેશોમાં વિવિધ ભાષાઓમાં અનેક શાયરોએ શેર અને શાયરીના માધ્યમથી પોતાનું આગવું પ્રદાન કર્યું છે; ઈતિહાસના અમર પાને નામ લખાયું છે. ભારતની સંસ્કૃતિના ખૂણે ખૂણે શેર શાયરીની સૂરાવલીઓથી માનવ હૈયાં જીવંત રાખ્યાં છે. અનેક શાયરોએ પોતાની આગવી શૈલીમાં શેર અને શાયરી પ્રગટ કરી, રગ રગમાં પ્રચંડ નાદ ભરી હૈયાં ડોલાવી નામ રોશન કર્યું છે. વર્ષોથી આવા શેર શાયરોને માનવ હૈયાં યાદ રાખીને પૃથ્વીતલમાં આવનારી પેઢીઓ સુધી આગળ ધપાવી જીવંત રાખશે, ઉજાગર કરશે. આવા સિદ્ધહસ્ત શાયરોમાંથી પ્રેરણા લઈ મેં પણ શેર શાયરીઓ ટાંકીને શેર શાયરીના ચાહકો સમક્ષ એક નાનકડો નમ્ર પ્રયાસ શોપિઝનના માધ્યમથી કર્યો છે. આશા છે કે આપ સૌને મારો આ નમ્ર પ્રયાસ ગમશે તેમજ હર્ષભેર વધાવી મારી શબ્દ યાત્રાને આગળ ધપાવવા સહર્ષ સ્વીકારી સહભાગી થશો, એવી પ્રાર્થના. શોપિઝનના ચીફ એડીટર સ્પર્શ હાર્દિક, સ્થાપક અને સીઈઓ મુ. શ્રી ઉમંગભાઈ ચાવડા તથા તમામ શોપિઝનના સહકારી મિત્રોને સુપેરે યાદ કરી ઋણ સ્વીકાર કરું છું, આ સર્વેનો આભારી છું. અસ્તુ!