જ્યાં માતૃભાષાના વિષયમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં અનુત્તીર્ણ થતાં હોય, સામાન્ય પ્રજાને હ્રસ્વ અને દિર્ઘ ઈ-ઊની તમા ન હોય, જ્યાં કવિઓ નાની મોટી ટુકડીઓમાં વહેંચાયા હોય, જ્યાં નવોન્મેશ ચીંધનાર એની આંગળીની ખૂંટામણની ચિંતામાં હોય, પ્રબુધ્ધ અને શિષ્ટ સામયિકો નવાગંતુકોથી અંદેશાઈને એમના ગઢના દરવાજા વાસીને બેઠાં હોય અને સાહિત્યના નામે સંસ્થાનવાદ ચાલતો હોય, એવા અરાજક વાતાવરણમાં પ્રથમ ગઝલ સંગ્રહ – ‘વમળ’ પછી, એટલે કે ૧૯૮૪ બાદ મારી અછાંદસ કવિતાઓનો આ બીજો સંગ્રહ – ‘ભાવસૂત્ર’ રજૂ કરતી વેળાની મારી મનોસ્થિતિ સાચો પરખ કરનારો સમજી શકશે. અહીં ફત્તાજીની છવ્વીસીને બાદ કરતાં મહદ રચનાઓ દિર્ઘપટમાં પથરાએલી છે. મને અનર્ગળ બકવાસ કરતાં પ્રબુધ્ધ કરતાં ભાવકની ભાવ ચેતના અને રસ ચેતના પર પૂરો ભરોસો છે અને એટલે જ મને આપનો પ્રતિભાવ ગમશે જ!