વાર્તા સંગ્રહ – સેફ્રન અર્થ (૨૦૨૧), ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત. શ્રી દીવાન ઠાકોર અને શ્રી મનહર ઓઝા દ્વારા સંપાદિત પુસ્તકો ‘કોરોના કથાઓ’ અને ‘સહિયારી વાર્તાઓ–૨’માં વાર્તાઓ સંપાદિત થયેલ છે. કવિતાઓ, વાર્તાઓ, લેખો, વગેરે રચનાઓ ગુજરાત સમાચાર, સંદેશ, લોકાસત્તા–જનસત્તા, સમભાવ, રખેવાળ જેવા સમાચાર પત્રો તથા કવિલોક, મમતા જેવાં સામયિકોમાં પ્રસિદ્ધ થયેલ છે. શાળા-કોલેજના અભ્યાસ દરમિયાન ગઝલ, શાયરી લેખન, પાદપૂર્તિ, કાવ્ય લેખન, નિબંધ, વકૃત્વ વગેરે સ્પર્ધાઓમાં પારિતોષિકો પ્રાપ્ત થયેલ છે. *** "શ્વાસે પાંગર્યું શૂન્યાવકાશ – આ પુસ્તકનું નામ અને એમાં સમાવિષ્ટ કાવ્યો ધ્યાનાકર્ષક છે. કાવ્યોની માવજતમાં પરિપક્વતા દેખાય છે. વિષયની વિવિધતા સાથે રજૂ થયેલી લાગણીઓ, પૃથ્વી, મંદાક્રાંતા, વસંતતિલકા અને અંજની જેવા છંદોમાં થયેલી રચનાઓ આનંદપ્રેરક છે. ખાસ તો અછાંદસ રચનાઓમાં તીવ્ર લાગણીઓ સરસ રીતે પ્રગટી છે અને શબ્દો બળુકા થઈને બહાર આવ્યા છે. શ્વાસમાં પાંગરેલા શૂન્યાવકાશમાં ફરી પાછા શ્વાસો ભરીને ચેતનાને જીવંત કરી શકનારા કાવ્યસંગ્રહનું સ્વાગત અને સર્જકને અભિનંદન." - સ્પર્શ હાર્દિક