મારું પ્રથમ પુસ્તક, લઘુકથાઓનો સંગ્રહ શોપિઝનનાં માધ્યમથી વાચકો સમક્ષ રજૂ કરતાં અતિ આનંદ અનુભવી રહી છું. પુસ્તકના નામને અનુરૂપ તેમાં મારી અને તમારી સંવેદનાઓ વ્યક્ત થઈ છે. મારી અને તમારી એટલે કે મનુષ્યનાં જીવનમાં બનતી ઘટનાઓ, પછી તે મારા પોતાના જીવનની અથવા મારી આસપાસ કે મારા પરિચયમાં આવેલી વ્યક્તિઓની હોય શકે છે. ઘટનાઓનું આલેખન માતા સરસ્વતી દેવીની કૃપાથી થયું છે, બની શકે તેમાં મારા દ્વારા ક્ષતિ રહી જવા પામી હોય. આપ સૌ સ્નેહથી મારા માનસ સંતાનને વધાવશો અને મારી શબ્દયાત્રાને આગળ વધારવા માટે પ્રોત્સાહન આપશો. આપ સૌ વાચકોને આપનાં અભિપ્રાય વ્યક્ત કરવા માટે હું હૃદયથી આમંત્રણ આપું છું.