જીવનમાં હંમેશાં મેં એવું સાંભળ્યું છે કે ગુસ્સામાં અને બહુ ખુશ હોય ત્યારે કોઈ મહત્વનો નિર્ણય ન લેવો જોઈએ. કારણકે આ બંને પરિસ્થિતિમાં આપણે અત્યંત આવેગમાં હોય છીએ. અને ત્યારબાદ આપણે પોતાને એટલું અભિમાન હોય છે કે એ નિર્ણય બદલી શકતા નથી અને ત્યારબાદ લીધેલા નિર્ણયોના હંમેશાં ભયંકર પરિણામો આવે છે. ખુશીમાં લીધેલા નિર્ણયો હજુ પણ ખુશી આપી શકે છે પણ ગુસ્સામાં લીધેલા નિર્ણય હંમેશાં જીવનભરનું દુઃખ જ આપતા હોય છે.
આ નવલકથા દ્વારા મિત્રો હું એટલું જ કહીશ કે જો નિર્ણય લેવાની સત્તા હાથમાં હોય તો હંમેશાં ખુશી વહેચી શકો એવા નિર્ણય લેવાના પ્રયત્ન કરજો. દુઃખ તો માણસની નિયતિમાં હશે તો એને મળી જ જશે. પણ જો તમે નિમિત્ત બન્યા તો ક્યારેય લાચાર કે મજબૂર વ્યક્તિ તમને જીવનમાં માફ નહી કરી શકે. આભાર.