"ગટુભાઈ સર્કલ" મારી હાસ્યકથાઓનો પ્રથમ સંગ્રહ છે. આ હાસ્યકથાઓ માણસના સ્વભાવ અને એમની રીતભાત પર વિશેષ આધારિત છે. વિવિધ પરિસ્થિતિમાં પોતાના સ્વભાવને વશ થઈને વર્તન કરતા માણસને મેં ધ્યાનમાં રાખ્યો છે. જેમકે : બીજાને પૂછીપૂછીને કોઈ જગ્યાએ પહોંચવા માગતો માણસ, એકની ખીજ બીજા પર ઉતારતો માણસ, આસપાસના વાતાવરણમાં ન ગોઠવાઈ શકતો માણસ, નાનીમોટી સમસ્યાઓ ઉકેલવાની આવડત ધરાવતો માણસ, પોતાની કલ્પનાઓમાં જ જીવતો માણસ, વાસ્તવિકતાને પારખીને વ્યવહારિક થઈને જીવતો માણસ, પોતાના મંતવ્યો પ્રમાણે દુનિયા ચાલે એવો આગ્રહ રાખતો માણસ, ટોળાનો હિસ્સો બની જતો માણસ, પોતાના વ્યવસાયના રંગે રંગાઈ ગયેલો માણસ. વળી વખત આવ્યે રંગ બદલતો માણસ! આશા છે આ સંગ્રહ વાચકોને ગમ્મત કરાવશે.