વિજ્ઞાનકથા હવે ગુજરાતી વાચકોની લાડકી બની છે. પરીકથાથી પુરાણકથા સુધી હિલ્લોળા લેતો આપણો કથારસ વિજ્ઞાનકથામાં સહેજ અનપેક્ષિત તાજગી સાથે થોડીક બૌદ્ધિક હલચલ પણ આપેછે. મનુષ્યને આજકાલ મીડિયામાં વિનાશક અદામાં દર્શાવવામાં આવે છે, તેનો જવાબ મારી આ નવલકથા છે અને આ તો એક મહાઉત્તરની શરૂઆત માત્ર છે. ફાર્મસીના અધ્યાપક તરીકે વિજ્ઞાને મને જે રહસ્ય, રોમાંચ અને કૌતુક આપ્યા છે તે આ નવલકથા દ્વારા લાખો પરિપક્વ વાચકો સુધી પહોચાડવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આપના પ્રતિભાવો ગમશે.