Discover
પુસ્તકની પ્રસ્તાવનામાં ગાંધીજીએ જણાવે છે કે તેમણે ખરેખર ૧૯૨૧ની શરૂઆતમાં તેમની આત્મકથાનું કામ હાથ ધર્યું હતું પરંતુ તેમની રાજકીય વ્યસ્તતાને કારણે તેમણે તે કામ બાજુ પર મૂકવું પડ્યું હતું. બાદમાં સાથી સત્યાગ્રહીઓએ તેમની પૃષ્ઠભૂમિ અને જીવન વિશે જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શરૂઆતમાં તેમણે એમના જીવન વિશે પુસ્તક લખવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ પછીથી, પ્રકરણો સાથે શ્રેણીબદ્ધ સ્વરૂપમાં તેને સાપ્તાહિક પ્રકાશિત કરવા માટે સંમતિ આપી હતી. આ આત્મકથા ૨૫ નવેમ્બર ૧૯૨૫થી ૩ ફેબ્રુઆરી ૧૯૨૮ સુધીના સમયગાળા દરમિયાન ૧૬૬ હપ્તામાં લખવામાં આવી હતી અને તેનું શ્રેણીકરણ કરવામાં આવ્યું હતું, જે નવજીવનમાં પ્રકાશિત થયું હતું. આ સંબંધિત અંગ્રેજી અનુવાદો યંગ ઇન્ડીયામાં છાપવામાં આવ્યા હતા અને દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન ઓપિનિયનમાં અને અમેરિકન જર્નલ યુનિટીમાં ફરીથી છાપવામાં આવ્યા હતા. હિન્દી અનુવાદ લગભગ એક સાથે નવજીવનની હિન્દી આવૃત્તિમાં પ્રકાશિત થયો હતો. મૂળ ગુજરાતી સંસ્કરણ સત્યના પ્રયોગો તરીકે પ્રકાશિત થયું હતું, જેનું ઉપશીર્ષક આત્મકથા હતું. - વિકિપીડિયા