-
રક્તબીજ
(ગુજરાતી ફિલ્મ)
લેખક- ડેનિસ ક્રિશ્ચિયન
દિગ્દર્શક- હાર્દિક પરિખ
સંગીત- આકાશ શાહ
‘રક્તબીજ’ ટાઈટલથી જ મને ફિલ્મ જોવાનું આકર્ષણ થયું હતું. હું ફિલ્મ જોવા ગયો ત્યારે તેની સ્ટોરી કે કોન્સેપ્ટ વિશે કશી ખબર ન હતી. ફિલ્મની શરૂઆત તેના ટાઇટલ સોંગથી થઈ. સોંગ અને તેનાં દૃશ્યો જોતાં લાગ્યું કે, હોરર સસ્પેન્સ સ્ટોરી હશે. ફિલ્મ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ, તેની સ્ટોરી સમજાતી ગઈ. ‘રક્તબીજ’ ફિલ્મ સાયકોલોજિકલ થ્રીલર છે. જેમાં એક સ્ત્રી લેખકના જીવનની સ્ટોરી છે.
આદ્યા આ ફિલ્મનું મુખ્ય કેરેક્ટર છે. તે પોતે નવલકથાની લેખક છે. આદ્યાનાં નવલકથાનાં પાત્રો તેની તેનાં મન ઉપર હાવી થઈ જાય છે. તેણે ઊભાં કરેલાં આ પાત્રોની નેગેટિવ અસર તેનાં મન અને શરીર ઉપર થાય છે. તે પોતાની ઊભી કરેલી માયાજાળમાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે પણ નીકળી શકતી નથી.
આ ફિલ્મના લેખક ડેનિસ ક્રિશ્ચિયન માટે આ ફિલ્મ લખવી એ મોટી ચેલેન્જ હતી. એકજ લોકેશન ઉપર બધાં કેરેક્ટરોને લઈને રસપ્રદ અને ઓફબીટ સ્ક્રીપ્ટ લખવી, તે નાની વાત તો ન જ કહેવાય. તે રીતે જોઈએ તો લેખક તેમાં સફળ થયા છે. ગુજરાતી ભાષામાં ઓફબીટ ફિલ્મો ઓછી બને છે, તેવા સંજોગોમાં લેખકે આ ફિલ્મ લખવાની હિમ્મત કરી તેની દાદ દેવી પડે.
આખી ફિલમમાં આઠ કેરેક્ટર છે. જેને ડેનિશા ગુમરાહ, નક્ષરાજ, નિસર્ગ ત્રિવેદી, નાવેદ કાદરી, આકાશગંગા પંચાલ, નિશ્ચય રાણા, તર્જની બાડલા અને કૌશમ્બી ભટ્ટ જેવાં એકટરોએ બખૂબી નિભાવ્યા છે. દરેક એક્ટર તેનાં પાત્રમાં ફિટ બેસે છે. બધાં એક્ટરોનો અભિનય સ્પર્શી જાય છે.
આખી ફિલ્મ ડિરેક્ટરના હાથમાં હોય છે, એટલા માટે જ તેને ફિલ્મનો કેપ્ટન કહેવાય છે. કાસ્ટ, ક્રૂ, સિનેમેટ્રોગ્રાફર, મ્યુઝિશિયન વગેરે પાસેથી કામ લેવાની આવડત, આ ફિલ્મના ડિરેક્ટર ‘હાર્દિક પરિખ’ પાસે છે. તેમણે કલાકારો પાસેથી સુંદર કામ લીધું છે. ફિલ્મની વાર્તાને તેની ઊંચાઈ સુધી કેવી રીતે પહોંચાડવી, તેનું ઉદાહરણ આ ફિલ્મ છે. હાર્દિક સુકાની તરીકે સફળ થયા છે.
ફિલ્મની બીજી બાજુ જોઈએ તો, તેમાં મને થોડીક એડિટિંગની ભૂલો દેખાય છે. એડિટિંગ થોડુંક ચુસ્ત થઈ શક્યું હોત. મ્યુઝિક ઠીકઠાક કહી શકાય. ટાઇટલ સોંગનાં લેખનમાં ટેકનિકલ ભૂલો છે. ગીતમાં પ્રાસ-અનુપ્રાસ, લય અને મીટર જળવાતું નથી.
ફિલ્મની શરૂઆતમાં આવતું નેરેશન ઇકોમાં છે, જેના કારણે તેનાં શબ્દો સ્પષ્ટ સંભળાતા નથી. સિનેમેટ્રોગ્રાફી સુંદર થઈ છે. ઓવરઓલ ફિલ્મ માણવા લાયક બની છે. આ ફિલ્મ જોયા પછી કોઈ એમ નહીં કહી શકે કે, ‘ગુજરાતી ફિલ્મો સારી બનતી નથી’ અને તેનો શ્રેય આ ફિલ્મ બનાવવાની હિમ્મત કરનારા પ્રોડ્યુસર ‘રમેશ પ્રજાપતિ’ને જાય છે. આવનારા ભવિષ્યમાં આ ફિલ્મની ટીમ અલગ કોન્ટેન્ટની બીજી ફિલ્મો આપે તેવી અપેક્ષા અસ્થાને નહીં લેખાય.
આગામી ફિલ્મ માટે શુભેચ્છાઓ,
-મનહર ઓઝા
લેખક અને શોપિઝનનાં ક્રિએટિવ ડિરેકટર
રક્તબીજ
(ગુજરાતી ફિલ્મ)
લેખક- ડેનિસ ક્રિશ્ચિયન
દિગ્દર્શક- હાર્દિક પરિખ
સંગીત- આકાશ શાહ
‘રક્તબીજ’ ટાઈટલથી જ મને ફિલ્મ જોવાનું આકર્ષણ થયું હતું. હું ફિલ્મ જોવા ગયો ત્યારે તેની સ્ટોરી કે કોન્સેપ્ટ વિશે કશી ખબર ન હતી. ફિલ્મની...Read more
-
રકત બીજ
રકત બીજ અલગ વિષય અને વિશિષ્ટ રજૂઆતની સાથે થ્રીલર, સસપેસ્નસ, એકશન, ડાયલોગ અને કલાકારોનો અદભૂત અભિનય, પટકથા અને પિકચરનુ સૌથી જમા પાસું તેનું દિગ્દર્શન. જેમાં દર્શક સાહજીકતાથી વહી જાય છે.માત્ર અને માત્ર એક કોફી શોપનો પરિવેશ પણ ઉત્તમ દિગ્દર્શન ઘણું જ દર્શકો સામે મૂકી જાય છે. પ્રસિધ્ધ લેખિકા આદ્યા શોધનના શિવ શકિત, સોનાનું પાંજરું, Being green, unsatisfying thirst, અને પરદેશી પુસ્તકોની વાંચકો ઉપર થતી અસર અને તેનાં પ્રત્યાઘાતો એ એક નવો કન્સેપ્ટ પિકચરમા જોવા મળ્યો. એટલું જ નહીં તેમાં જોવા મળતું સસપેસ્નસ અને થ્રિલર છેક સુધી જકડી રાખે છે. રકત બીજનું સૌથી જમાપાસું આદ્યા શોધનનું આ પુસ્તક સાથે જોડાણ જે માસ્ટર પીસ છે. મિત્રો, આટલાં સર્વોત્તમ પિકચરને થીયેટરમાં જઇને માણવું એ ફરજ નહીં પરંતુ ગુજરાતી હોવાનું ગૌરવ છે.
રકત બીજની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને ગુજરાતી ચલચિત્રો આવાં જ સુંદર વિષય સાથે આપ આવતાં રહો તેવી શુભેચ્છાઓ.
હિમાલી મજમુદાર
" વૃષાલી"
રકત બીજ
રકત બીજ અલગ વિષય અને વિશિષ્ટ રજૂઆતની સાથે થ્રીલર, સસપેસ્નસ, એકશન, ડાયલોગ અને કલાકારોનો અદભૂત અભિનય, પટકથા અને પિકચરનુ સૌથી જમા પાસું તેનું દિગ્દર્શન. જેમાં દર્શક સાહજીકતાથી વહી જાય છે.માત્ર અને માત્ર એક કોફી શોપનો...Read more
-
ડેનીશા ઘુમરાની અલગ અલગ કેરેક્ટર સુંદર રીતે નિભાવતી કલાકારી,
નક્ષરાજનો પ્રભાવશાળી અવાજ! અને શિવ, રુદ્રનું શાંત, સહજ અને જરુર પ્રમાણે ઉગ્ર સ્વરૂપનું અમેઝિંગ પ્રેઝન્ટેશન,
ઓમકાર, ધ ગેંગસ્ટર, નિસુબાબા! તમે જે રીતે આખી વાત પર છેક સુધી જે પકડ બનાવી રાખી છે, આહા! બહુ સરસ.
નાવેદ કાદરી, આકાંક્ષા પંચાલ, નિશ્ચય રાણા, તર્જની બાડલા, તમારા આ સાચા નામથી વધુ ફીલ્મના કેરેક્ટર તરીકેના નામ (સૅમ, કે, સર્જન, સાધના)
મને વધુ યાદ રહેશે, કેમકે તમે મનમાં અંકાઇ જાય એવી રીતે તે નિભાવ્યા છે.
કૌશંબી ભટ્ટ, તમે તો આખો માહોલ બદલી નાખ્યો, સરપ્રાઇઝીંગ, ડીફરન્ટ, 'તડકા' કેરેક્ટર!
ડેનીસભાઇ , એક લેખકની અગણિત મન:સ્થિતિને દર્શાવતી સુંદર વાર્તા અને સ્ક્રીપ્ટ લખવાનો સુંદર પ્રયાસ
અને હાર્દિકભાઇ આપે આખી વાત એક જ લોકેશન પર જે રીતે ફિલ્માઈઝ કરી છે, અદ્ભૂત!
Overall, a wonderfull packet of joy created by the actors, writer, director, cinematographer and the entire team.
A film is a team work and Raktbeej is an amazing example of teamwork.
Things that grabbed my special attention was
the cinematography,
the intro visualization part,
Nischay Rana's work, & screenplay.
Areas that I personally felt could be better -
The songs
The first half was going a little slow
ડેનીશા ઘુમરાની અલગ અલગ કેરેક્ટર સુંદર રીતે નિભાવતી કલાકારી,
નક્ષરાજનો પ્રભાવશાળી અવાજ! અને શિવ, રુદ્રનું શાંત, સહજ અને જરુર પ્રમાણે ઉગ્ર સ્વરૂપનું અમેઝિંગ પ્રેઝન્ટેશન,
ઓમકાર, ધ ગેંગસ્ટર, નિસુબાબા! તમે જે રીતે આખી વાત પર છેક...Read more
-
"Raktbeej" ગુજરાતી ફિલ્મ, જેની સ્ટોરી લાઈન છે "One Night Can Change Your Life, Your Past Will Catch You Soon". કંઈક અલગ ફિલ્મ એમ નહી, પણ વિશિષ્ટ. સંપૂર્ણ સાયકોલોજીકલ થ્રિલર. નજાણતા થયેલી ભૂલોના પસ્તાવામાંથી જન્મેલો વિવિધ પાત્રો દ્વારા રજૂ થતો ભય. ભય માણસ પાસે શું કરાવી શકે છે તેનું વિશિષ્ટ ઉદાહરણ એટલે "રક્તબીજ". વાર્તાના લેખક "ડેનિસ" ના અભ્યાસ અને અનુભવનો નિચોડ ફિલ્મમાં ખાસ જોવા મળ્યો છે, મુખ્ય જમા પાસું વાર્તા છે. કલાકારો પણ મોટાભાગના નાટકો સાથે જોડાયેલા અનુભવી. મેકિંગમા થોડી કચાસ અનુભવાય છે, બનાવનારના અનુભવ પર શંકા નથી પણ કદાચ બજેટનો પ્રશ્ન હોઈ શકે (કોરોના ઈફેક્ટ). કાશ્મીર ફાઈલ્સ અને RRR ની ધૂમ કમાણી સાંભળીને એમ થાય કે, આવી કોઈક ગુજરાતી ફિલ્મ માટે એક વાર તો ખીસું ઢીલું કરી જ શકાય.
"Raktbeej" ગુજરાતી ફિલ્મ, જેની સ્ટોરી લાઈન છે "One Night Can Change Your Life, Your Past Will Catch You Soon". કંઈક અલગ ફિલ્મ એમ નહી, પણ વિશિષ્ટ. સંપૂર્ણ સાયકોલોજીકલ થ્રિલર. નજાણતા થયેલી ભૂલોના પસ્તાવામાંથી જન્મેલો વિવિધ પાત્રો દ્વારા રજૂ થતો ભય. ભય માણસ પાસે શું કરાવી શકે...Read more
-
અદ્ભુત કોન્સેપ્ટ સાથે ઉત્તમ અને સારી રીતે બનેલી મૂવી
અદ્ભુત કોન્સેપ્ટ સાથે ઉત્તમ અને સારી રીતે બનેલી...Read more