ડૉ. નીતિન ચંદ્ર ભોગાયતા હાલ જામ ખંભાળિયામાં રહે છે. તેમનું મૂળ ગામ દ્વારકાનું રણજીત પુર છે. તેમણે સોલા ભાગવત વિદ્યાપીઠ, અમદાવાદ અને શ્રી સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વ વિદ્યાલય, કાશીમાં અભ્યાસ કરેલો છે. પ્રવર્તમાન સમયમાં તેઓ શ્રી એમ. જે. કોલેજમાં ૨૦૦૮થી સંસ્કૃત વિષયના પ્રોફેસર તરીકે સેવા આપે છે. તેમણે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરમાં સંસ્કૃત માધ્યમના ધોરણ ૧૧ અને ૧૨ના વેદાંત શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર વિષયોમાં લેખક તરીકે સેવા આપી છે. તથા તેઓ શ્રી પથદર્શક જ્યોતિષ વિદ્યાલય, જામ ખંભાળીયામાં જ્યોતિષ અને કર્મકાંડનું નિઃશુલ્ક શિક્ષણ આપે છે. વધારામાં તેમણે વેદાંતસાહિત્ય, જ્યોતિષ વિદ્યા અને શ્રાદ્ધ કર્મ વિષે લેખન કાર્ય કરવાનો સર્વોત્તમ પ્રયાસ કર્યો છે. આ પુસ્તક શ્રાદ્ધ કર્મમાં સહાયક બને તે ભાવથી તેમણે લખ્યું છે. પંચબલિનાં અંગરૂપી પ્રેતબલિનો સરળ પ્રયોગ લખવાનો તેમણે અહીં પ્રયત્ન કર્યો છે.