પ્રસ્તુત થ્રીલર લઘુનવલમાં નાયક રુદ્ર ભૂતકાળમાં એક માફિયા સમ્રાટ હતો, પણ કોઈ કારણોથી તે પોતાની માફિયાની ગાદી પોતાના સાળા અર્જુનને સોંપીને હંમેશને માટે પોતાના ગામડે ચાલ્યો જાય છે. અર્જુન ગૌણ પરંતુ રુદ્ર જેટલું જ મહત્વનું પાત્ર છે. એક દિવસ રુદ્રને ખબર પડે છે કે પોતાના શહેર પર હવે અંગ્રેજોએ કબ્જો લેવા માંડ્યો છે, ત્યારે તે પોતાના શહેર અને શહેરજનો માટે ફરી પાછો હથિયાર ઉઠાવે છે. આશા છે કે આ લઘુનવલ તમને ગમશે.