“અસાધારણ સ્વરૂપે જન્મેલા સંતાનને નફરત કરવાનો માતાને કોઈ અધિકાર નથી. લક્ષ્મીએ અવતરી એની કુખ પાવક કરી હોય છે તેમ છતાં માતા જ્યારે સંવેદના છોડી દે ત્યારે સર્જાય છે, હૃદયના તારને ઝણઝણાવી નાખતી સંવેદનશીલ કથા 'શબ્દા MY BABY DOLL'. સાચું કહું તો શબ્દાની માસુમિયત અને એની હૃદય વલોવી નાખતી ફરીયાદો મારા ભીતરે અવારનવાર ઘોડાપૂરનું કારણ બને છે. છેલ્લે શબ્દાની હયાતીથી પરિચય કરાવનાર મારા મિત્ર રચના ચાવલાનો આભારી છું. આપ સૌને પણ આ ઊર્મિમય સફર સંતૃપ્ત કરી જશે એનો મારા હૃદયને વિશ્વાસ છે. કારણ કે શબ્દા ફક્ત મેં લખી જ નથી, મારા હૃદયે પણ લખી છે. તમારી હૂંફને ઝંખી રહેલી શબ્દા તમને સંવેદનશીલ ઈન્સાન હોવાની પ્રતિતી કરાવી જાય તો નવાઈ નહીં!” - સાબિરખાન *** “'મા'ની મમતા તો સૌ કોઈ જાણે, પરંતુ શું એનું સરનામું ભિન્ન હોઈ શકે? જો 'મા'નાં વાત્સલ્યને મમતા કહેવાય તો પિતાના પ્રેમને શું નામ આપી શકાય? એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કઈ ઊંચાઈ આંબી શકે? એમાંયે એ બાળક - શબ્દા જ્યારે નોર્મલ ન હોય! રૂંવાડા ઊભા કરી દે એવી હોરર કથાઓ લખવા ટેવાયેલી કલમમાં જ્યારે લાગણીઓની સ્યાહી પૂરવામાં આવે, તો શું પરિણામ આવે? જાણવા માટે આજે જ વાંચો… વિદ્યાર્થીઓએ તો અચૂક વાંચવા જેવી નવતર લાગણીઓથી તરબતર, સાબિરખાન પઠાણની રસઝરતી કલમે આલેખાયેલી નવલકથા - શબ્દા My Baby Doll.” - અલકા કોઠારી