માધ્યમિક શાળાનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકની મૌલિક વાર્તાઓનો સંપુટ – સંપાદન : મિતલ આર. રાયચુરા - દરેક વિદ્યાર્થીઓ પોતાની મૌલિક ક્ષમતાને આગળ વધારી શકે એ માટે અને ભવિષ્યમાં આપણાં ગુજરાતી સાહિત્યને સારા લેખકો મળી રહે એ માટે શિક્ષક અને વિદ્યાર્થીઓનો આ સહિયારો પ્રયાસ છે. તેમજ જ્યારે વિદ્યાર્થીઓને સમજાયું કે અમારી વાર્તાઓ પણ એક પુસ્તક રૂપે પ્રસિદ્ધ થશે, ત્યારે તેમના ઉત્સાનો ઉમળકો એટલો અપૂર્વ હતો કે જેનું શાબ્દિક વર્ણન જ અશક્ય છે. તેમજ આ પુસ્તકની દરેક વાર્તાઓની એક વિશેષતા છે કે તેના દરેક પ્રથમ પેરેગ્રાફમાં ‘આઝાદી’ શબ્દનો ઉલ્લેખ થયો છે.