યુગોથી ચાલી આવતી આ છે સ્ત્રીની કથા. વરદાનના વિમાસણ અને શાપના દંડની કથા. દરિયાની ભરતી અને ઓટ સાથે રેતીની વાત! સ્ત્રીઓનાં માન અને પુરુષના અભિમાનના ટક્કરની વાત. સ્ત્રીઓને માત્ર પ્રેમ નહીં પણ પોતાનું માન પણ એટલું જ વહાલું છે. પ્રાચીન યુગમાં સ્ત્રીઓનું વસ્તુકરણ થયું હતું, જે આજે પણ થઈ રહ્યું છે. જ્યારે વસ્તુકરણ થાય ત્યારે તે નિર્જીવ બને છે. આમ તેનું સન્માન ઘવાય છે. સદીઓથી ચાલતી આવતી આ પ્રથાની તરફ આંગળી ચીંધવાનો સાવ નાનેરો પ્રયાસ એટલે આ કથા. નામ કોઈ પણ હોઈ શકે - સીતા, દ્રૌપદી કે અન્ય કોઈ, પણ આ પુરુષસત્તાક સમાજમાં સ્ત્રીઓના માન અને અપમાનની કથા એટલે માન અભિમાન.