પોએટિક જસ્ટીસ નાટક ની વાર્તા આજ ના સાંપ્રત સમય ની છે જેમાં એક કવિ, વાર્તાકાર, લેખક, કે જેની કવિતાઓ અને ગીતો ના લીધે દેશદ્રોહ નો આરોપ અલગ અલગ સંસ્થા અને લોકો દ્વારા લાગવા માં આવ્યો છે અને આ કવિ જેનું નામ વરુણ વર્ષા છે એને મજા પડી જાય છે કે એની પર કેસ થયો. એને મજા એટલા માટે આવે છે કેમકે એને એવું લાગે છે કે હવે કોર્ટ માં જવા ને લીધે મારે જે કઈ સંદેશો કે સમાજ માં ચાલી રહેલા અન્યાય અને ખોટી માન્યતાઓ ની વાત જે કવિતાઓ કે વાર્તાઓ ધ્વારા લોકો સુધી નહોતી પહોંચી રહી જે હવે આ કેસ ચાલવાના કારણે પહોંચશે.
કોર્ટ માં એક પછી એક આ કવિ પર લોકશાહીના પાત્ર દ્વારા જે કઈ ચાર્જીસ લગાવા માં આવ્યા છે એના વિષે દલીલો શરુ થાય છે..જે એક કટાક્ષ ના રૂપ માં ડાયલોગ્સ દ્વારા વ્યક્ત થાય છે. અને જજ ને પણ કવિ ની દલીલો વિચાર કરતા મૂકી દે છે. ત્યાર બાદ એક એવા મોમેન્ટ પર કવિ આર્ગ્યું નથી કરી શકતો અને જજ કવિ ના મૌન રહેવા ને એનું એક્સેપટન્સ, આરોપો પ્રત્યે નું સ્વીકારનામુ માની લે છે પણ કવિ એજ ક્ષણે પોતાના સાક્ષી તરીકે પોતાની કવિતા ને જ બોલવા ની પરવાનગી માંગે છે અને જજ એને પરવાનગી આપે છે અને કવિતા ના આયા બાદ ફરી એક વાર કોર્ટ માં દરેક આરોપો વિષે આર્ગ્યું ચાલુ થાય છે અને અંત માં જયારે જજમેન્ટ આપવાનું આવે છે ત્યારે જજ જજમેન્ટ આપે છે કે નહિ? આપે છે તો કેવી રીતે? અને જજમેન્ટ માં શું લખ્યું છે એ લોકો ઉપર છોડી દેવા માં આવે છે. પોએટિક જસ્ટીસ સોસીઅલ અને પોલીટીકલ સટાયર છે જેમાં હ્યુમર છે અને આજના સમાજ માટે ઉચ્ચ પ્રકાર નો સંદેશો પણ છે કે લોકો ને એના કામ અને કર્મ થી જજ કરો ના કે એના સ્વભાવ થી.
લેખક દિગ્દર્શક :- વૈશાખ રતનબેન