સાહિત્યનો વનવગડો ગ્રુપ દ્વારા પ્રથમ વનવગડો વાર્તાસંગ્રહ માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, અને સંપૂર્ણ ટીમના નિરીક્ષણ હેઠળ એક વાર્તા સ્પર્ધાનું આયોજન થયું, અને એ વાર્તા સ્પર્ધામાં કોઈપણ વિષય પરની વાર્તાઓ લેવામાં આવી. આ સ્પર્ધામાં ટોપ ચાલીસ વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો. ત્યાર પછીનો વાર્તાસંગ્રહ એટલે “વ્યથા વાર્તાસંગ્રહ”. આ વાર્તા સ્પર્ધામાં વ્યથા નામનો શબ્દ આપવામાં આવ્યો. આ શબ્દ પરથી લેખક મિત્રોએ પોતાનું નવ સર્જન મોકલ્યું, અને તેમાંથી બેસ્ટ ચાલીસ વાર્તાઓને લઈને વ્યથા વાર્તાસંગ્રહનું નિર્માણ કરવામાં આવ્યું. વનવગડો વાર્તાસંગ્રહ અને વ્યથા વાર્તાસંગ્રહ આ બંને વાર્તાસંગ્રહને લેખકમિત્રો અને વાચકમિત્રો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. તેથી આપણે ત્રીજા વાર્તાસંગ્રહનું આયોજન કર્યું અને “મનોવ્યથા” શબ્દને માધ્યમ રાખીને આ સ્પર્ધાનું આયોજન કર્યું, જેમાં આવેલી બેસ્ટ વાર્તાઓ લઈને આ વાર્તા સંગ્રહ તૈયાર કરવામાં આવ્યો છે. જેમ વાચક મિત્રોએ આગળના બે વાર્તાસંગ્રહને વધાવ્યા, બસ એજ રીતે મનોવ્યથા વાર્તાસંગ્રહને વધાવે તેવી આશા.