મને આ પુસ્તક ફક્ત અને ફક્ત નારી પર જ સમર્પિત કરવાનો વિચાર આશરે વીસેક વર્ષ પૂર્વે આવેલ.. મારા જીવનમાં મારી માતા એ ખૂબ પ્રેરણા આપી છે મારા સમગ્ર અસ્તિત્વને સબળ બનાવવામાં... મારી માતા અને બીજી અનેક તેના જેવી કે તેનાથી અલગ સ્ત્રીઓ ખરેખર સલામને પાત્ર હોય છે... સમગ્ર જીવન કોઇની પાછળ ખર્ચી પણ શકે, પ્રેમ કર્યો તો આજીવન નિભાવી પણ શકે અને હજારો અડચણ છતાં આદર્શો સાથે માનભેર જીવી પણ શકે! દરેક સ્ત્રીનું જીવન અલગ રસપ્રદ અને પ્રેરણાદાયી હોય છે, બસ નજર જોઇએ તેને ઓળખવાની... મેં આ સમાજમાં અલગ અલગ સ્થળે તેમજ અલગ અલગ કુટુંબોમાં સ્ત્રીઓને ખૂબ અન્યાય થતો જોયો છે, અન્યાયથી હારતીયે જોઇ છે અને કોઇ કિસ્સામાં અન્યાય સામે લડતી પણ... સ્ત્રી એ ખૂબ ચંચળ, સમજદાર, સ્વમાની, સુંદર, સ્વાવલંબી, મજબૂત અને નાજુક એવી કુદરતની પ્રતિમા છે કે જેને પ્રણામ કરવા જ રહ્યા અને તેની ખૂબીઓને બિરદાવવી જ રહી... આ પુસ્તકમાં ક્યાંક એવો જ પ્રયત્ન કરવામાં આવ્યો છે. મારા આ પ્રયત્ન થકી જો એક ટકો પણ સમાજમાં જાગૃતિ ફેલાવી શકાશે તો હું મને ધન્ય ગણીશ... સ્ત્રી અન્યાય સહન ન કરે, પડકારો ઝીલી નબળી ન પડે અને સ્વતંત્ર વિચારો ન છોડે તો તે મહાન શક્તિ નો સ્ત્રોત બની રહેશે જ બેશક...