શોપિનોવેલ સ્પર્ધા ૨૦૨૧માં ત્રીજા ક્રમે વિજેતા “વીરા - એક જલદ અશ્રુધોધ”ના હોનહાર લેખિકા પલ્લવી કોટકનું આ બીજું પુસ્તક છે. આ સંગ્રહ છે જાણે નાનકડી હૃદયસ્પર્શી કથાઓથી મઘમઘતો બગીચો! ‘પમરાટ’ની તમામ વાર્તાઓનું અનોખું સુવાસિત ભાવજગત મર્યાદિત શબ્દોમાં પણ સરસ રીતે પ્રગટ થયું છે. ક્યારેક સંવાદો દ્વારા તો ક્યારેક કથન દ્વારા, રજૂઆતમાં સતત કંઈક નાવીન્ય લાવવાનો પ્રયાસ કરાયેલો જોવા મળે છે. કચ્છમિત્રના વાચકવર્ગે વધાવેલી આ કથાઓનો ગુલદસ્તો આપના શ્વાસોને સુવાસિત કરશે એવી ખાતરી છે.