નિર્ગમન: અનંતમાં એક થઈ ગયેલા બે મનુષ્યોની વાત! મૃત્યુ અફર છે અને જીવનચક્રનો એ પણ એક અનિવાર્ય હિસ્સો છે, છતાં આ સમજણ પામ્યાં પછીયે માણસ એને પરાજીત કરવાના પ્રયાસ છોડવાનો નથી. મનુષ્યો મરવાં પડેલી પૃથ્વી છોડીને ચાલ્યા ગયા છે, પણ એક રોકેટ્રી એન્જિનિઅર અને ઍસ્ટ્રનૉટ તથાગત એકલો ધરતી પર જ રહેવાનું નક્કી કરે છે, જેથી તે મૃત પ્રેમિકા રિબેકાને સજીવન કરી શકે. તથાગતે ક્રાયોનિક્સ ટેક્નોલોજીની મદદથી રિબેકાના મૃતદેહને થીજાવીને રાખ્યો છે. ધરતી પર રહીને તે એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, સેંટ્રિકલની મદદથી મૃતદેહમાં જીવન સંચાર કરવાનું સંશોધન હાથ ધરે છે. તથાગત દૃઢનિશ્ચયી અને તાર્કિક અભિગમ ધરાવતો પુરુષ છે, જ્યારે બાયોલોજિસ્ટ રિબેકા આધ્યાત્મિક અને ગૂઢ અભિગમ ધરાવતી સ્ત્રી છે. સેંટ્રિકલ એક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ છે, જે મનુષ્યનાં મનનું ઉંડાણ તાગીને અંતર્જ્ઞાનનું રહસ્ય શોધવાં ઈચ્છે છે.