પાંચ લેખકોની ભિન્ન ભિન્ન કૃતિઓ.
એક હાહાકારી ખોફની પ્રતિચ્છાયા. શરીરની રુવાંટી ઊભી કરી નાખતી એક અનોખી સફરને માણવા તૈયાર થઈ જાઓ...
કારણ કે તમારી એકાંતની ક્ષણોમાં તમારી પડખે ઊભી છે – અંધકારમાં ચીખતી વાર્તાઓ!
સંકલન: સાબિરખાન
પુસ્તક અંગે:
મારી એક લઘુનવલની પીઓડી માટે સ્પર્શ હાર્દિક સાથે વાત થઈ. નોવેલના પેજ ઓછાં થતાં હોઈ એમણે મારી બીજી કેટલીક વાર્તાઓ માગી. પછી અચાનક એમને એક સદ્વિચાર ઝબકી ગયો. જો આની સાથે બીજા કેટલાક લેખકોની વાર્તાઓ ભળે તો? શાંત સરોવરમાં કાંકરી નાખી એ તો અળગા થઈ ગયા, પણ મારાં મસ્તિષ્કમાં વિચારોનું બવંડર ઊઠ્યું. આસપાસના ચાર દિગ્ગજ લેખકો સ્મરી ગયા. વારાફરથી એમનો સંપર્ક કર્યો અને ચારેય અદના લેખકોએ પોતાની રચનાઓને પુસ્તકમાં સમાવવાની સંમતિ આપી દીધી. સર્વ પ્રથમ ધર્મેશ ગાંધી... પ્રસ્તાવનાની જવાબદારીમાંથી મીઠી તકરાર પછી છટક્યા પછી આખરે નામકરણ માટે સંમત થયા. આભાર
જ્યોતિન્દ્ર મહેતા એમની ત્રણ કૃતિઓ સાથે જોડાયા... ધન્યવાદ. ભરત ચકલાસીયા સર એમની 'ધ સ્કોર્પિયન પોઈઝન' સાથે એક જ ફોન પર સહમત થયા. આભાર સર... ત્યાર પછી જોડાયા રાજેન્દ્ર સોલંકી. આભાર સર...