પ્રોપર્ટી માટેની ગંદી રમત અને સગા ભાઈઓને મિલકત માટે દુશ્મન થતાં જોયા અને કથાનું બીજ પાંગર્યું અને મારી ‘હિસ્સો’ નવલકથાનો જન્મ થયો. પૈસા માટેના લોકોના કાવા દાવા મેં આમાં દર્શાવ્યા. મિલકતની દુશ્મની સિવાયનું બીજું પાસું મારે બતાવવું હતું તે પણ મેં આમાં બતાવ્યું. એ માટે તો તમારે આ નવલકથા વાંચવી રહી.
આશા રાખુ છું કે મારી આ પ્રથમ નવલકથાનો પ્રતિભાવ આપશો. મારી લેખન પ્રવૃતિ માટે મને વધુ માર્ગદર્શન મળી રહેશે. આપશોને? આભારી થઈશ આપ સૌની.