ખોફના સામ્રાજ્યમાં આપનું સ્વાગત છે. અહીં પડછાયામાં સંતાયેલું રહસ્ય આપના પર ત્રાટકવાની તૈયારીમાં છે. આ હોરર કથાસંગ્રહમાં શોપિઝન દ્વારા આયોજિત “શ્… શ્… શ્… કોઈને કહેતા નહિ” સ્પર્ધાની વિજેતા બનેલ અને આશ્વાસન પામેલ કૃતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આપની ધારણાઓને હચમચાવી, આપના હૃદયને કંપાવી દેવા માટે સર્જકોએ પોતપોતાની ક્ષમતા પ્રમાણે ડરનું વાતાવરણ ઊભું કરવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. મનુષ્યને આવી વાર્તાઓ વાંચીને કે ફિલ્મો જોઈને ડરવું ખબર નહીં કેમ પસંદ પડતું હશે! અજાણ્યું અને ભય પમાડતું કશું હોય તો ઘણાખરા મનુષ્યો એનાથી આકર્ષાય જ છે. એમાં કંઈક અનોખો રોમાંચ પ્રાપ્ત થયો હોય છે. આ વાર્તાઓ એવો રોમાંચ આપવામાં સફળ થશે એવી અમને આશા છે.